Atmadharma magazine - Ank 242-243
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 37

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
ચૈતન્યપદમાં તેનો પ્રવેશ નથી. જ્ઞાયકભાવરૂપ જે આ નિજપદ છે તેને જ તું નિજપણે
અનુભવમાં લે. હે ભવ્ય! આવું તારું નિજપદ અમે તને પ્રગટ બતાવ્યું, તેને તું અંગીકાર
કર....અનુભવમાં લે.
ચૈતન્યસ્વરૂપના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા લાગેે છે. જ્ઞાનના
વિશેષોને અંતર્મુખ કરીને સ્વભાવની એકતામાં જે અતીન્દ્રિય ચૈતન્યરસનું વેદન થયું
તેમાં બીજા રાગાદિના સ્વાદનો અભાવ છે. આવા જ્ઞાનનું વેદન તે જ મોક્ષનો ઉપાય છે.
મતિજ્ઞાન હો કે શ્રુતજ્ઞાન હો, કે જ્ઞાનના અનેકભેદો હો....પણ તે બધાય સ્વસન્મુખપણે
જ્ઞાનપદને જ અભિનન્દે છે. ભગવાન આત્મા અદ્ભુત નિધિવાળો ચૈતન્યરત્નાકર છે,
સ્વાનુભવમાં તેના જ્ઞાન તરંગ ઊછળે છે. અંતરદ્રષ્ટિ થઇ ત્યાં પર્યાયે પર્યાયે
જ્ઞાનસ્વભાવમાં એકતા જ થતી જાય છે; રાગ તૂટતો જાય છે, ને જ્ઞાનની એકતા વધતી
જાય છે. માટે જ્ઞાનને અંતર્મુખ કરીને આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ અવલંબન કરવું.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ ભ્રાંતિનો નાશ થાય છે.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ આત્માનો લાભ થાય છે.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ કર્મ જોરદાર થઇ શકતું નથી.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી રાગદ્વેષમોહ ઉત્પન્ન થતા નથી.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી ફરી કર્મ આસ્રવતું નથી.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી ફરી કર્મ બંધાતું નથી.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ પૂર્વે બંધાયેલું કર્મ નિર્જરી જાય છે.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ સમસ્ત કર્મોના અભાવરૂપ મોક્ષ થાય છે.
–આ રીતે સમસ્ત નિજપદની પ્રાપ્તિ,ને પરપદનો પરિહાર જ્ઞાનસ્વભાવના
અવલંબને જ થાય છે. આવું જ્ઞાનસ્વભાવના અવલંબનનું માહાત્મ્ય જાણીને હે ભવ્ય!
તું તારા જ્ઞાનસ્વભાવરૂપ નિજપદને ગ્રહણ કર....
બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહિ પામી શકે;
રે! ગ્રહણ તું નિયત આ, જો કર્મ–મોક્ષેચ્છા તને.
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને,
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.