Atmadharma magazine - Ank 244
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 38

background image
: ૬: આત્મધર્મ માહ: ૨૪૯૦
માન કરે છે, એટલે રાગથી જુદા પડીને શ્રુતજ્ઞાનને સ્વસન્મુખ કરીને ઉલ્લસિત પરિણામે
ભવરહિત ભગવંતોને નમસ્કાર કરે છે. તે ભાવનમસ્કાર ભવના અભાવનું કારણ છે. જુઓ, આ
જ્ઞાનની વિશેષતા. અનંતા કેવળજ્ઞાની જિનવરોને જ્ઞાનમાં લઈને નમસ્કાર કરે છે તેમાં જ્ઞાન
રાગથી જુદું પડીને સ્વભાવરૂપ પ્રણમે છે. એ રીતે જેટલી સ્વસન્મુખ વીતરાગ–પરિણતિ થઈ
તેટલા ભવનમસ્કાર છે, ને તે અસાધારણ મંગળ છે, તે ભવને જીતવાની રીત છે.
‘અનંતા સર્વજ્ઞો! ’ અહા, એને જ્ઞાનમાં લીધા તે જ્ઞાનની મહત્તા કેટલી? વાહ!
કુંદકુંદાચાર્યદેવ પોન્નૂર જેવા વન પર્વતમાં બેઠાબેઠા અનંતા તીર્થંકરોને લક્ષમાં લઈને, ચૈતન્યના
અધ્યાત્મરસમાં કલમ બોળી–બોળીને આ શાસ્ત્રો રચતા હશે, –એ વખતની કેવી સ્થિતિ હશે!!
मंगलं भगवान् वीरो અને मंगल गौतमो गणी–એ તીર્થંકર અને ગણધર પછી તરત જ
માંગલિકમાં જેમનું નામ આવ્યું– (मंगलं कुन्दकुन्दार्यो) –તેમના મહિમાની શી વાત! તેમણે
તીર્થંકરોના વિરહમાં આ ભરતક્ષેત્રમાં જૈનશાસનને થંભાવી રાખ્યું છે, આચાર્યપદે રહીને તીર્થંકર
જેવા કામ કર્યાં છે. તેઓ અહીં માંગળિકમાં સર્વજ્ઞ ભગવાનને અપૂર્વભાવે નમસ્કાર કરે છે:
णमो जिणाणं जिदभवाणं।
અનાદિપ્રવાહથી પ્રવર્તતા તીર્થંકરોને જ્ઞાનમાં લક્ષગત કરવા જાય ત્યાં..... અહા!
નિર્વિકલ્પતા જ થઈ જાય છે. તીર્થંકરોનો પ્રવાહ અનાદિ... જેની કોઈ શરૂઆત નહિ, તેને જ્ઞાનમાં
લેવા જાય તો જ્ઞાન રાગથી જુદું પડીને અતીન્દ્રિય થયા વગર રહે નહિ. જ્યાં શ્રુતજ્ઞાને અનંત
તીર્થંકરોને પોતામાં વસાવ્યા ત્યાં તે જ્ઞાન નિઃશંક થઈ ગયું, રાગરહિત થઈ ગયું, નિર્વિકલ્પ થઈને
સ્વરૂપમાં પરિણમ્યું.
ભવને જીતનારા તીર્થંકરો–કેવળીભગવંતોનો પ્રવાહ અનાદિ અને તેને સેવનારા સો
ઈન્દ્રોનો પ્રવાહ પણ અનાદિનો; સો ઈન્દ્રોના અધિદેવ એવા જે તીર્થંકરો, તેને સેવનારા
ગણધરમુનિંદ્રો અને સો ઈન્દ્રો–તે બધાયનો પ્રવાહ જગતમાં અનાદિનો છે, તેમાં ત્રટ પડે નહિ,
તેનો અભાવ જગતમાં કદી ન હોય. –આવો નિર્ણય કરનારું જ્ઞાન નિર્વિકલ્પ થઈને
અસાધારણ નમસ્કાર કરે છે, એટલે પોતે પણ સાધક થઈને એ તીર્થંકરોને ગણધરોની શ્રેણીના
પ્રવાહમાં ભળે છે.
અહા, ભગવંતો જિતભવ છે; એ જિતભવ જિનવરોને નમસ્કાર કરનારું જ્ઞાન પણ
ભવનો નાશ કરનારું છે, જિતભવ છે.
એ ભગવાન અર્હંતોની વાણી દિવ્ય છે, ત્રણ લોકને આનંદકારી, પ્રસન્નકારી, મધુર છે,
નિર્મળ છે ને હિતમાર્ગની પ્રકાશક છે. સઘળાય જીવોને નિર્બાધ વિશુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિનો
ઉપાય કહેનારી હોવાથી હિતોપદેશી છે. જુઓ, આ ભગવાનની વાણીનો ઉપદેશ! ઉપદેશમાં
ભગવાને શું કહ્યું? કે