Atmadharma magazine - Ank 244
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 38

background image
માહ: ૨૪૯૦ આત્મધર્મ : ૫:
णमो जिणाणं जिदभवाणं
જિતભવ નમું જિનરાજને
[પંચાસ્તિકાયની પહેલી ગાથા ઉપરનું અદ્ભુત ભાવભીનું પ્રવચન]
આજે (શાસ્ત્રીય પોષ વદ આઠમે)
કુંદકુંદાચાર્યદેવના આચાર્યપદ–આરોહણનો મંગળ દિવસ છે.
આ ભરતક્ષેત્રના મહાન ધર્મધૂરંધર સન્ત કુંદકુંદાચાર્યદેવે
ભગવાનના શાસનના રક્ષક તરીકે જૈનશાસનનો દોર
આજે હાથમાં લીધો. લોકોએ ભેગા થઈને બહુમાનપૂર્વક
તેમને આચાર્યપદે સ્થાપ્યા... પછી તેઓ વિદેહક્ષેત્રમાં
સીમંધર પરમાત્મા પાસે ગયેલા, ને ભગવાનનો દિવ્યધ્વનિ
સાક્ષાત્ સાંભળીને પછી તેમણે આ સમયસાર,
પંચાસ્તિકાય વગેરે મહાન અલૌકિકશાસ્ત્રો રચ્યા... તેમાંથી
આ પંચાસ્તિકાયની પહેલી ગાથામાં જિતભાવ જિનેન્દ્રોને
નમસ્કારરૂપ અસાધારણમંગળ કરે છે–
णमो जिणाणं जिदभवाणंं
શત–ઈન્દ્રવંદિત ત્રિજગહિત–નિર્મળ–મધુર વદનારને,
નિઃસીમ ગુણ ધરનારને, જિતભવ નમું જિનરાજને.
જુઓ, આ અસાધારણ માંગળિક! અનંત ગુણથી ભરેલું આનંદધામ જે આત્મતત્ત્વ તેમાં
નિર્મળ વીતરાગપરિણતિદ્વારા પ્રણમન તે ભાવ નમસ્કાર છે, ને તે અસાધારણ માંગળિક છે.
આવા ભાવ નમસ્કાર વડે જિતભવ જિનભાવને જે નમ્યો તેને ભવનો નાશ થયા વિના રહે નહિ.
ભગવાને ભવને જીત્યા છે ને ભગવાનનો ઉપદેશ ચાર ગતિના ભ્રમણનો નાશક છે. ભવનો નાશ
કોને થાય? કે ભગવાનનો ઉપદેશ ઝીલીને જે અંતર્મુખ નમે–પરિણામે તેને ભવનો નાશ થાય છે.
આચાર્યદેવ કહે છે કે અહો! આવા ઉપદેશના દેનારા જિનવર ભગવંતોને નમસ્કાર હો.
વિકલ્પથી નમસ્કાર કરવો તે સાધારણ નમસ્કાર છે; નિર્વિકલ્પ પરિણતિરૂપ
ભાવનમસ્કાર તે અસાધારણ નમસ્કાર છે. અનાદિના પ્રવાહમાં અનંતા તીર્થંકરો થયા તેમને
સ્મરણમાં લાવીને જ્ઞાનમાં તેમનું અચિંત્ય બહુ–