Atmadharma magazine - Ank 244
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 38

background image
માહ: ૨૪૯૦ આત્મધર્મ : ૧૩:
જ્ઞા ની ની અં ત ર્ દ્ર ષ્ટિ નો મ હિ મા
જે ક્રિયાના સંયોગમાં અજ્ઞાનીને બંધન થાય છે તે જ ક્રિયાના સંયોગમાં
જ્ઞાનીને નિર્જરા થાય છે.... એનું કારણ? જ્ઞાનીના અંતરમાં જે અચિંત્ય
ભેદજ્ઞાનપરિણતિ વર્તી રહી છે–તે જ નિર્જરાનું કારણ છે, તેનો અચિંત્ય મહિમા
આચાર્યદેવે નિર્જરા–અધિકારમાં સમજાવ્યો છે.
જ્યાં શુદ્ધ ચૈતન્યસ્વભાવ આત્મા અને રાગાદિ આસ્રવો વચ્ચેના ભેદજ્ઞાનરૂપ સંવર હોય ત્યાં જ
નિર્જરા હોય છે. ભેદજ્ઞાનવગર નિર્જરા હોતી નથી. જેને જુદું કરવાનું છે તેને પોતાથી જુદું જાણ્યા
વિના જુદા કરવાની ક્રિયા કઈ રીતે કરશે? ભગવાન આત્માની ખ્યાતિ–પ્રસિદ્ધિ રાગવડે નથી,
ચૈતન્યભાવવડે જ ભગવાન આત્માથી પ્રસિદ્ધિ છે. ભેદજ્ઞાનવડે ભગવાન આત્માને ચૈતન્યભાવે
જેણે પ્રસિદ્ધ કર્યો છે–એવા ધર્માત્માને ચૈતન્યધામમાં લીનતાવડે નિર્જરા થાય છે. રાગ ને જ્ઞાનની
ભિન્નતાને બદલે, રાગને લાભનું કારણ જે માને તેને અશુદ્ધતા અટકે નહીં ને નિર્જરા થાય નહિ.
રાગમાં એકતા તે મોટી અશુદ્ધતા છે, તે છૂટ્યા વગર શુદ્ધતા કે સંવર નિર્જરા થાય નહીં.
ધર્માત્માની પરિણતિ શુદ્ધાત્માના આશ્રયે રાગથી જુદી જ પરિણમે છે; એટલે પૂર્વ કર્મના
ઉદયો તેને નિર્જરતા જ જાય છે. ઉદયના કાળે તે ઉદયમાં તન્મય નથી વર્તતો પણ ચૈતન્યરસમાં
તરબોળ વર્તે છે, એટલે બાહ્ય ઉદય તેને બંધનું કારણ થયા વિના નિર્જરતો જ જાય છે. ધર્મીજીવને
બહારમાં પુણ્યનો ઉદય ન હોય–એમ નથી; ઉદય ભલે હો, પણ તે ઉદયના કાળે ધર્મીને ભેદ
જ્ઞાનના બળે જ્ઞાનપરિણતિમાં રાગનો અભાવ જ છે, તેથી તેની તે પરિણતિના બળે તેને નિર્જરા
જ થતી જાય છે. અહો, આ સમ્યક્શ્રદ્ધાનું બળ છે. સમ્યક્શ્રદ્ધાની શક્તિથી રાગના એક
અંશમાત્રને પણ ધર્મીજીવ પોતાના ચૈતન્યભાવમાં સ્વીકારતો નથી; મારો આત્મા તો ચૈતન્યનો
સાગર છે. આવા સ્વભાવની દ્રષ્ટિમાં ધર્મીજીવને આખા જગત પ્રત્યે વૈરાગ્ય વર્તે છે. તેને
બાહ્યસંયોગમાં ચેતન–અચેતન દ્રવ્યનો ઉપભોગ દેખાય તો પણ તેની અંર્તદ્રષ્ટિના બળે તેને
નિર્જરા થાય છે. અજ્ઞાનીને મિથ્યાદ્રષ્ટિને લીધે રાગમાં એકતાબુદ્ધિના સદ્ભાવથી જે બંધનું
નિમિત્ત થાય છે, તે જ સંયોગ જ્ઞાનીને