ચૈતન્યની પ્રાપ્તિનો પ્રયત્ન કરે તો અંર્તર્મુહૂર્તમાં તેની પ્રાપ્તિ થાય ને સાદિઅનંતકાળનું સુખ
પ્રાપ્ત થાય. સ્વરૂપના અભ્યાસવડે સ્વરૂપની પ્રાપ્તિ જરૂર થાય છે. પરની પ્રાપ્તિ તો ન થાય પણ
પોતાની વસ્તુ તો પોતામાં મોજૂદ છે, જો ચેતીને–જાગૃત થઈને જુએ તો પોતાનું સ્વરૂપ
પોતાના વેદનમાં આવે છે. પોતાનું સ્વરૂપ કાંઈ પોતાથી દૂર નથી, અંતમુખ થતાં પોતે જ જ્ઞાન
આનંદસ્વરૂપ છે–એમ અનુભવમાં આવે છે. ઉત્કૃષ્ટ પ્રયત્ન કરે તો એક અંતમુહૂર્તમાં જ
અજ્ઞાનનો પડદો તોડી નાંખીને સ્વસ્વરૂપનો અનુભવ થાય છે. પણ શિષ્યને બહુ કઠણ લાગતું
હોય તો તેને વધુમાં વધુ છ મહિના લાગવાનું કહ્યું છે; નિષ્પ્રયોજન કોલાહલ છોડીને સ્વરૂપના
પ્રયત્નમાં લાગવાથી તત્કાળ તેની પ્રાપ્તિ થાય છે. પામનારા અંતર્મુંહર્તમાં પામ્યા છે;
અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પણ થાય છે, તો પછી સમ્યગ્દર્શન તો સુગમ છે. પણ તે માટે અંતર્મુખ
પ્રયત્ન જોઈએ. નજરની આળસે પોતે પોતાના સ્વરૂપને દેખતો નથી, –પણ છે તો અંતરમાં
જ. માટે હે ભવ્ય! બીજો બધો કોલાહલ છોડીને એક ચિદાનંદતત્ત્વની પ્રાપ્તિના પ્રયત્નમાં તારા
ઉપયોગને જોડ–જેથી તુરતમાં જ તને તારો આત્મા અનુભવમાં આવશે. આ રીતે સંતોએ
કરુણાપૂર્વક અનુભવના અભ્યાસની પ્રેરણા આપી છે.
કામકાજ ન હોય–એવો કોઈ દિવસબબબ આવશે ખરો? રાહ જોઈને
બેસી રહેવાથી તો નિવૃત્તિ કદી મળે જ નહિ, ને જીંદગીના કિંમતીમાં
કિમતી દિવસો આમને આમ વેડફાઈ જાય છે–પાણીના પૂરની જેમ.
માટે–