Atmadharma magazine - Ank 244
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 38

background image
માહ: ૨૪૯૦ આત્મધર્મ : ૧૫:
હોય કે તિર્યંચ હોય, તેની પણ આવી અંર્તદશા હોય છે, ને તેને ચેતન–અચેતનના ઉપભોગના
કાળે પણ નિર્જરા જ થયા કરે છે, અને તે વૈરાગી છે. અજ્ઞાની ઉપરટપકે જુએ છે, જ્ઞાની
અંતરના આંતરા ભાળે છે. જ્ઞાની સામગ્રી ભોગવે છે–એમ અજ્ઞાની દેખે છે, અરે, જ્ઞાની તો
જ્ઞાનધારારૂપે પરિણમતો થકો ને રાગથી વિરકત જ રહેતો થકો, તે કાળે કર્મોની નિર્જરા જ કરે
છે.
[સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ વચ્ચે અનંતગણો આંતરો છે. અજ્ઞાની બહારથી વૈરાગી
દેખાતો હોય તો પણ અંતરમાં રાગની રુચિના અભિપ્રાયથી તે અનંતરાગથી રંગાયેલો છે ને
કર્મોને બાંધે છે, તેણે જરા પણ રાગ છોડ્યો એમ જ્ઞાની કહેતા નથી. અને સમ્યગ્દ્રષ્ટિને કદાચ
એવા ઠાઠવૈભવ હોય કે અજ્ઞાની પાસે હોયે નહિ–છતાં સમ્યગ્દ્રષ્ટિ પરમ વૈરાગી છે, તે વૈરાગ્ય
દશાને સ્થૂલ અજ્ઞાનીઓ ઓળખી શકતા નથી.
]
ભરતચક્રવર્તી છ ખંડ સાધવા ગયા છે, ૬૦, ૦૦૦ વર્ષ થઈ ગયા છે, યશસ્વતીમાતાને
એમ થાય છે કે અરે, ૬૦, ૦૦૦ વર્ષથી પુત્રનું મુખ જોયું નથી, એટલે ત્યાં જઈને ભરતને
જોવાનું મન થાય છે. વિમાનમાં બેસીને ત્યાં જાય છે; ને માતાજીને દેખતાં જ આનંદ અને
આશ્ચર્યથી ૯૬ કરોડ માણસોના લશ્કરમાં કોલાહલ થઈ જાય છે કે માતાજી પધાર્યા!! ....
માતાજી પધાર્યા!! કોલાહલ સાંભળીને ભરતને થાય છે કે અરે, વળી શું થયું? શેનો છે આ
કોલાહલ!! એમ કહીને તલવાર કાઢીને તૈયાર થાય છે. પછી જ્યાં ખબર પડી કે અહો, માતાજી
પધાર્યા છે!! તરત જ વિનયથી સામે જઈને બહુમાન કરે છે ને ભક્તિપૂર્વક માતાની આરતિ
ઉતારે છે. માતા ‘ના ના’ કરે છે પણ ભરત કહે છે કે માતા! બોલશો નહીં, અમે આપના દિકરા
છીએ... આપની પાસે બાળક છીએ... જુંઓ, આ છ ખંડનો ચક્રવર્તી! જેના વૈભવનો પાર નહીં,
છતાં દ્રષ્ટિમાં એક ચિદાનંદસ્વભાવ સિવાય બીજે ક્્યાંય અંશમાત્ર સ્વામીપણું નથી, આખા
જગતથી વિરક્ત છે. માતા પણ ધર્માત્મા છે. ચક્રવર્તી આરતી ઊતારે છે પણ અંદર ભિન્નતાનું
ભાન છે. અમારી મહત્તા અમારા ચૈતન્યમાં છે–આવા સમ્યક્ભાનમાં ધર્માત્માને નિર્જરા જ થયા
કરે છે. ભેદજ્ઞાન વડે જે વીતરાગીદ્રષ્ટિ પ્રગટી છે–તેનો આ મહિમા છે.
(સ
ગા ૧૯૩ ઉપરના પ્રવચનમાંથી)