: ૧૮: આત્મધર્મ માહ: ૨૪૯૦
સંયોગોથી ભિન્ન પોતાના જ્ઞાનાનંદ ભાવને જાણતા ધર્માત્મા પોતાના ચૈતન્યથી ભિન્ન સમસ્ત
પરભાવો પ્રત્યે અવલંબન રહિત છે; મને મારા ચૈતન્યનું જ અવલંબન છે. એ સિવાય જગતમાં
કોઈનું અવલંબન મને નથી. –આમ એકલા જ્ઞાયકભાવના જ અવલંબને ધર્મી જ્ઞાનભાવપણે જ
પરિણમે છે, તેથી તે જ્ઞાયક જ છે, તે રાગી–દ્વેષી નથી. રાગદ્વેષની વૃત્તિ થાય તેના અવલંબનની
બુદ્ધિ નથી, તેને સ્વભાવથી ભિન્ન જાણીને તેનું અવલંબન છોડે છે. આ રીતે ધર્મીને અત્યંત
નિષ્પરિગ્રહીપણું છે.
આત્મા પવિત્ર આનંદનું ધામ છે. એ નિજનિધાનનું ધર્મીને ભાન છે; તે
ચૈતન્યનિધાનની ભાવનામાં રત ધર્માત્માને પૂર્વ કર્મનો ઉદય હોય તો પણ તેઉદયના કાળે તેને
રાગનો વિયોગ હોવાથી તે પૂર્વ કર્મ નિર્જરી જ જાય છે. સ્વભાવ સાથે સંબંધ થયો છે ને રાગનો
વિયોગ થયો છે તેથી રાગના અભાવમાં પૂર્વકર્મ પણ નિર્જરી જ જાય છે.
સંયોગમાં અનુકૂળતા હો કે પ્રતિકૂળતા હો પણ ધર્મીને તે સંયોગની પક્કડ નથી. પ્રતિકૂળતા
વખતે પણ તેનું જ્ઞાન ઘેરાઈ જતું નથી, તે છૂટું જ રહે છે. એટલે તે વખતે ય તેને નિર્જરા ચાલુ
જ છે; તેણે આખા ચૈતન્ય ગોળાને જુદો પાડયો છે, તે ચૈતન્યગોળામાં પરભાવને કે કર્મને
જરાપણ પ્રવેશવા દેતો નથી. અનુકૂળતાના ગંજ હોય તો પણ જ્ઞાની તેમાં લેપાતા નથી, જ્ઞાનને
છૂટું જ રાખે છે. આવી જ્ઞાનદશા અજ્ઞાનીઓના ખ્યાલમાં આવતી નથી. સંયોગથી ને રાગદ્વેષથી
છૂટું પડ્યું ને જ્ઞાન જગતના ત્રણકાળ સંબંધી પરિગ્રહની પક્કડ છોડી તે જ્ઞાનની મહત્તા અચિંત્ય
છે, તેની તેને ખબર નથી. જ્ઞાનીઓ સ્વભાવ–અવલંબન વડે પોતાના આત્માને રાગથી દૂર
ખસેડયો છે. તે હવે રાગને જરાપણ વાંછતો નથી; જ્યાં રાગને વાંછતો નથી ત્યાં બાહ્ય
પરિગ્રહને કેમ વાંછે? માટે જ્ઞાની સમસ્ત પરિગ્રહથી રહિત છે. વર્તમાન સ્વસન્મુખ પરિણમેલા
જ્ઞાનમાં ત્રણેકાળના પરિગ્રહનો અભાવ છે. ને રાગમાં જેને એકતાબુદ્ધિ છે એવા અજ્ઞાનીને
ત્રણે–કાળના પરિગ્રહની પક્કડ છે, રાગના એક કણિયાને જે વાંછે તે ત્રણકાળના સર્વ પરિગ્રહને
વાંછે છે. આ રીતે ભેદજ્ઞાન વગર પરિગ્રહ છૂટે જ નહીં. ભેદજ્ઞાની જીવ, ચક્રવર્તીના વૈભવ વચ્ચે
પણ ખરેખર નિષ્પરીગ્રહી છે. અહો, જ્ઞાનીની પરિણતિ સહજ વૈરાગ્યરૂપ છે, તેના જ્ઞાન–