આપણું ગામ પણ ‘સોનગઢ’ ને આ પોન્નૂરનો અર્થ પણ ‘સુવર્ણનો ગઢ’ થાય છે. ––
જેમ સોનાને કદી કાટ નથી તેમ પરમાર્થસિદ્ધાંતમાં કદી ફેર પડતો નથી. ભક્તિથી
અષ્ટવિધ પૂજન બાદ જયમાલામાં એક કડી ગુરુદેવ બોલતા ને એક કડી ભક્તો બોલતા.
પૂજન પછી અભિષેકપાઠ પણ ગુરુદેવ બોલ્યા હતા. અને પછી હાથમાં સુવર્ણકલશ
લઈને કહાનગુરુ જ્યારે પોતાના પરમગુરુના પગ ધોવા ઊભા થયા ત્યારે
હજારોભક્તોના હર્ષોલ્લાસથી પોન્નૂર પહાડ ગૂંજી રહ્યો.... બહુજ ભાવપૂર્વક એ કહાને
પોતાના ગુરુનું પાદપ્રક્ષાલન કર્યું. કહાનદ્યારા કુંદચરણોના અભિષેકનું આ દ્રશ્ય દસહજાર
જેટલી આંખો નીહાળી રહી હતી. અનેક યાત્રિકો નાચી ઉઠ્યા હતા. બીજા સેંકડો
ભક્તોએ પણ અભિષેક કર્યો. ગુરુદેવને આજે કોઈ અનેરા ભાવો ઉલ્લસ્યા હતા. કેવો
અચિંત્ય કુંદકુંદમહિમા તેમના હૃદયમાં ભર્યો છે તે અહીં જોવા મળ્યો. ઘણાઘણા ઉદ્ગારો
વડે તેમણે એ મહિમા પ્રસિદ્ધ કર્યો; “હે કુંદકુંદ શિવચારી તુમકો લાખો પ્રણામ” ઈત્યિાદિ
ભક્તિ ગવડાવી. અને આજની યાત્રા તથા અભિષેકના મહા આનંદની સ્મૃતિરૂપે
હસ્તાક્ષર આપતાં પોન્નૂર પર બેઠાબેઠા લખ્યું કે ‘શ્રી સીમંધર ભગવાનના દરશન
કરનાર ભગવાન શ્રી કુંદકુંદ આચાર્યાદિ નમોનમ:’ પછી પૂ. બેનશ્રીબેને પણ અંતરની
અનેરી ઉર્મિઓથી ભક્તિ કરી, તેઓશ્રીને પણ આજે ગુરુદેવ સાથે યાત્રા કરતાં અચિંત્ય
ઉલ્લાસ હતો. પગલાંની બાજુમાં નાની ગૂફાઓ છે, તેનું પણ ગુરુદેવ સાથે સૌએ
અવલોકન કર્યું. પોન્નૂરયાત્રા ના રંગીન ચિત્ર સહિત ‘આત્મધર્મ’ નો
‘કુંદકુંદઅભિનંદનઅંક’ અહીં પોન્નૂર ઉપર ગુરુદેવના હાથમાં અર્પણ કર્યો; અનેક
અભિનંદનપત્રો પણ (તામિલ વગેરમાં) અપાય.... આમ ગુરુદેવ સાથે ઘણા મહાન
ઉલ્લાસપૂર્વક પોન્નૂરધામની યાત્રા પૂર્ણ થઈ.
ગુરુદેવના સ્વાગતનું ભાષણ કર્યું તેમાં તેમણે કહ્યું કે પહેલાંં અમારી પાસે અહીં એક
ચૂંબક હતું, ને એ ચૂંબક જ આજે આ સ્વામીજીને અહીં સુધી ખેંચી લાવ્યું છે. એ
ચૂંબક તે કુંદકુંદાચાર્ય! ક્્યાં પોન્નૂર! ને ક્્યાં સૌરાષ્ટ્ર! છતાં એ બંનેને એક સૂત્રથી
સાંકળનાર આ સમયસાર છે.––વગેરે અનેક સુંદર વાત તેમણે ભાષણમાં કરી. અનેક
અભિનંદનપત્રો પણ વંચાયા. ત્યારબાદ હજારો લોકોના વિશાળ સમુદાય સાથે
ગુરુદેવને ધામધૂમથી ગામમાં ફેરવીને તામીલદેશની જનતાએ હાર્દિક બહુમાન કર્યું. ––
જાણે કુંદકુંદ ભગવાનના આ પ્રતિનિધિ જ એમનો સન્દેશો લઈને આવ્યા હોય–એવો
સોૈને ઉમંગ હતો.