Atmadharma magazine - Ank 245
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 49

background image
: VI : આત્મધર્મ પોન્નૂર યાત્રા–અંક
ગાતાં ગુરુદેવને બહુ ભાવો ઉલ્લસતા હતા. પછી પૂ. બેનશ્રીબેને વિધવિધ
સ્તવનો વડે સુંદર ભક્તિ કરાવી હતી. “ગુરુકહાન તારા ચરણમાં ફરી ફરી કરે છે
વંદના” એ સ્તવન પછી બીજું એક સ્તવન એવું ગવાયું કે તેમાં ભક્ત પોન્નૂરગિરિને
પ્રશ્ર પૂછે છે કે ‘હે પર્વત! મારા કુંદકુંદ પ્રભુ કેવા હતા? એના સન્દેશા તું મને સુણાવ....
’ અને પર્વત જાણે કે એનો જવાબ આપે છે! ઈત્યાદિ અનેક રચનાયુક્ત ભક્તિ થઈ
હતી. ખૂબ જયજયકારથી વાતાવરણ ગાજી રહ્યું હતું. પર્વતની શિલાઓ ને વૃક્ષો પણ
યાત્રિકોથી ઉભરાઈ રહ્યા હતા.–આમ ગુરુદેવ સાથે ઘણા આનંદપ્રમોદપૂર્વક કુંદકુંદ પ્રભુના
પોન્નૂરધામની યાત્રા કરી.
યાત્રા કરીને નીચે આવતાં તળેટીમાં હજારો ભક્તો સહિત હાથીએ ગુરુદેવનું
સ્વાગત કર્યું. તળેટીમાં તો મોટો મેળો ભરાયો હતો. પોન્નૂર પહાડથી ત્રણેક માઈલ દૂર
પોન્નૂર ગામ છે, ત્યાંના બે જિનમંદિરોનાં દર્શન કર્યા. અહીંના જિનમંદિરમાં
કુંદકુંદસ્વામી દર્શન કરવા પધારતા હતા. એ મંદિરમાં દર્શન કરતાં ઘણો આનંદ થયો. એ
ઉપરાંત બાંદેવાસની બાજુમાં ‘સપ્તમંગલમ્’ માં પણ જિનમંદિરના દર્શન કર્યા.
પોન્નૂરની સામે નજીકમાં જ ધવલગિરિ નામનો પહાડ છે, ––વીરસેનસ્વામીએ
ધવલાટીકાની રચના એ ધવલગિરિ ઉપર કરી હોવાનું મનાય છે. ગુરુદેવને એ
સાંભળીને ઘણી પ્રસન્નતા થઈ હતી. બપોરે પ્રવચન હાઈસ્કૂલના ચોગાનમાં હતું, તેમાં
ગુરુદેવ હિન્દીમાં બોલતા ને વચ્ચે પા–પા કલાકે તેનુ તામીલ ભાષાંતર કરવામાં આયતું
હતું. પ્રવચન વખતે ત્રણ–ચાર હજાર માણસોની સભામાં કુંદકુંદપ્રભુનો ઘણો મહિમા
ગુરુદેવે કર્યો હતો: ‘અહા! તેમણે તો સીમંધરપ્રભુના સાક્ષાત્ દર્શન કરીને આ
ભરતક્ષેત્રમાં–આ સ્થાનેથી–શ્રતની નવીન પ્રતિષ્ઠા કરી છે. ’ પ્રવચન બાદ, બીજા દિવસે
પોન્નૂર પર કુંદકુંદપ્રભુના ચરણોના અભિષેકનો કાર્યક્રમ જાહેર થયો ને તે માટેની
ઉછામણીમાં લગભગ ત્રીસ હજાર રૂા. થયા હતા.
બીજા દિવસે (મહા સુદ ૧૪) સવારમાં ફરીને પોન્નૂરધામની યાત્રા કરવા
ચાલ્યા. અહા, જાણે કુંદકુંદપ્રભુજી સાક્ષાત્ દર્શન દેવા પધાર્યા હોય–ને તેમના દર્શન કરવા
જતા હોઈએ–એવો આજે યાત્રિકોનો ઉમંગ હતો. દર્શનાદિ બાદ અભિષેકવિધિનો પ્રારંભ
કરતાં ગુરુદેવે કહ્યું: જુઓ, સૌ શાંતિથી સાંભળો....... આજે આ કુંદકુંદપ્રભુનો મોટો
અભિષેક થાય છે. તેઓ વિદેહક્ષેત્રે ગયા હતા, ને સીમંધર ભગવાનની વાણી સાંભળી
અહીં આવીને શાસ્ત્રો રચ્યા હતા. આજે માહ સુદ ૧૪ છે; આજનો અપૂર્વ દિવસ છે.
અહીંથી ઉપર ગગનવિહાર કરીને તેઓ ભગવાન પાસે ગયા હતા. તેમનો આપણા ઉપર
ઘણો મોટો ઉપકાર છે. તેમના અભિષેક–પૂજા થાય છે. આમ કહીને ગુરુદેવે પોતે
માંગળિકપૂર્વક પૂજન શરૂ કર્યું. આજના પૂજનની એ વિશેષતા હતી કે ગુરુદેવ એકલા
પૂજન પાઠ બોલતા હતા ને સૌ યાત્રિકો ભક્તિથી સાંભળતા હતા. બેનશ્રીબેન
સ્વાહામંત્ર બોલે ત્યારે હજાર હજાર