પહાડી–ચંદ્રગિરિ પર યાત્રા કરવા ગયા, ત્યાં અનેક પ્રાચીન મંદિરો જોયા, કુંદકુંદાચાર્ય
વગેરે સંબંધી શિલાલેખો જોયા, ભદ્રબાહુસ્વામીની ગૂફામાં એમના સવાફૂટ લાંબા ચરણો
જોયા.... દરેક ઠેકાણે દર્શન–પૂજન–ભક્તિ કર્યા. બપોરે ભટ્ટારકજીના મંદિરમાં
જિનબિંબદર્શન કર્યા, બાહુબલીસ્વામીના જીવનચિત્રો જોયા. પ્રવચનમાં ગુરુદેવે
બાહુબલિભગવાનનો ઘણો ઘણો મહિમા કર્યો. સાંજે છ વાગે યાત્રાસંઘે
શ્રવણબેલગોલથી મૈસૂર તરફ પ્રસ્થાન કર્યું.
યાત્રિકો, રપ મોટરો ને ૭ બસોથી સ્વાગતસરઘસ શોભતું હતું. ટાઉનહોલમાં માંગલિક
બાદ, ઈંગ્લીશમાં સ્વાગતાધ્યક્ષનું પ્રવચન થયું ને એક ભાઈએ કન્નડભાષામાં ગુરુદેવનો
જીવનપરિચય આપ્યો. બપોરે શહેરના મુખ્ય સ્થળો રાજમહેલ, સુખડના તેલની ફેક્ટરી,
ઝુગાર્ડન–પ્રાણીબાગ વગેરે જોયા. બપોરે ગુરુદેવના પ્રવચન વખતે સાથે સાથેજ કન્નડ
ભાષાંતર થતું જતું હતું. બીજે દિવસે સવારે મૈસૂરથી બેંગલોર આવ્યા. રસ્તામાં અદ્ભુત
ભક્તિ થતી હતી. બેંગલોરમાં બપોરે પ્રવચન બાદ, બાહુબલિસ્વામી કોતરેલી સુખડની
પેટી સહિત અભિનંદનપત્ર ભેટ અપાયું. બેંગલોરથી રાણીપેઠ થઈને વાંદેવાસ આવ્યા....
કુંદકુંદપ્રભુના ધામમાં જતાં આજે કોઈ અચિંત્યભક્તિ થઈ હતી.
સવારમાં (તા. ર૬ જાન્યુ. ૧૯૬૪) માહ સુદ ૧ર–૧૩ના રોજ પોન્નૂરની યાત્રા માટે
પ્રસ્થાન કર્યું. બાંદેવાસથી લગભગ પાંચમાઈલ દૂર પોન્નૂરપહાડ (પોન્નૂરમલય) છે.
આનંદથી કુંદકુંદપ્રભુની ભક્તિ ગાતાંગાતાં ગુરુદેવ સાથે દસેક મિનિટમાં પર્વત પર
પહોંચ્યા. અહા! કુંદકુંદપ્રભુએ જ્યાંથી શ્રુતગંગા વહાવી અને વિદેહયાત્રા કરી એવા આ
પાવનધામની રમણીયતા કોઈ અનેરી જ છે. ચંપાવૃક્ષની નીચે એક શ્યામશિલા પર
કુંદકુંદદેવના લગભગ બે ફૂટ લાંબા ચરણપાદૂકા કોતરેલા છે. તેની ઉપર દેરી અને તેની
સન્મુખ વિશાળમંડપ બંધાયેલ છે. કહાનગુરુ બહુજ ભક્તિ ભાવથી એ પરમગુરુના
પાવન ચરણોને ભેટ્યા.... ભાવપૂર્વક ચરણસ્પર્શન કર્યું; ને પછી પૂજન થયું.
આસપાસના અનેક ગામો જૈનવસ્તીથી ભરપૂર છે, ત્યાંથી અનેક યાત્રિકો આ
યાત્રાઉત્સવમાં આવ્યા હતા. પર્વત ઉપર પાંચ હજાર જેટલા યાત્રિકો ભેગા થયા હતા, ને
યાત્રાસંઘની કુંદકુંદપ્રભુ પ્રત્યેની ભક્તિ દેખીને પ્રસન્ન થતા હતા. પૂજન બાદ ગુરુદેવે
કુંદકુંદ પ્રભુની ભક્તિ ગવડાવી:– “મન લાગ્યું રે કુંદકુંદદેવમાં” એ સ્તવન