Atmadharma magazine - Ank 245
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >

Download pdf file of magazine: http://samyakdarshan.org/DccD
Tiny url for this page: http://samyakdarshan.org/GIWh65

PDF/HTML Page 31 of 49

background image
: ૧૬ : આત્મધર્મ પોન્નૂર યાત્રા–અંક
પર્યાયોથી તારી અત્યંત ભિન્નતા છે, ત્યાં બીજામાં તું શું કરી શકે? અરે, તારા
જ્ઞાતાદ્રષ્ટાના ચૈતન્તપ્રાણ, તેનાથી તારું જીવન છે. તેને બદલે પરના કર્તાપણે તું તારું
જીવન માને છે તેમાં તો ઊંધી માન્યતા વડે તું તારા ચૈતન્યજીવનને મારી નાંખે છે....
વિકારની કર્તૃત્વબુદ્ધિથી તો ચૈતન્યનું મરણ થાય છે, જે શાંત–આનંદથી ભરેલું
ચૈતન્યજીવન તે વિકારના કર્તૃત્વમાં રહેતું નથી. ભાઈ! ચિદાનંદપ્રાણને દ્રષ્ટિમાં ઝીલીને
તારા ચૈતન્યને જીવતો કર. અરે, વિકારનું કર્તૃત્વ મારા ચૈતન્યમાં નહિ, મારું ચૈતન્ય
વિકારનું તો અકર્તા છે––આવી વીતરાગવાણીને આત્મામાં ઝીલીને તું તારા ચૈતન્યને
જીવતો કર. અનાદિથી અજ્ઞાનભાવને લીધે મરણને પ્રાપ્ત થતો હતો તેને વીતરાગની
વાણીએ જીવતો કર્યો! ... વાહ, જુઓ તો ખરા. વીતરાગની વાણી આત્માને જીવતો કરે
છે. પરમગુરુ શ્રી તીર્થંકર દેવનો ઉપદેશ સાંભળતાં ભાવમરણ મટે છે. અહા! અમે તો
ચૈતન્યજ્યોત છીએ, વિકાર અમારાં કામ નહિ, તેના અમે કર્તા નહિ, અમે તો જ્ઞાતા! –
આમ જ્યાં વીતરાગની વાણી ઝીલીને અંતરમાં વળ્‌યો ત્યાં ભ્રાંતિ ટળી ને સમ્યક્ત્વ થયું,
અંતરમાં વીજળી ઊતરી ગઈ. ચૈતન્યભગવાન જીવતો થયો..... જુઓ, આ વીતરાગની
વાણી!! તે સાંભળતાં અંદરમાં વીજળી જેવો ઝણઝણાટ થાય છે ને આત્મા જાગી ઊઠે
છે. ચૈતન્ય બાદશાહ આત્મા છે, વિકારના કર્તૃત્વ જેટલો પામર આત્મા નથી, આત્મા તો
અનંતશક્તિનો ધણી ચૈતન્ય બાદશાહ છે, તેની દ્રષ્ટિ કરતાં આત્મા ‘ધર્મધૂરંધર’ થાય
છે. ––ચૈતન્યને દ્રષ્ટિમાં લીધો ત્યાં ધર્મની ધૂરા આત્માએ ધારણ કરી....
ભાઈ, તારા ચૈતન્યની પ્રાપ્તિ તારામાં સુલભ છે.... એમાં તારે બીજા કોઈની
સહાય લેવી પડે તેમ નથી, સ્વાધીનપણે તેની પ્રાપ્તિ અંતરમાં થાય છે. –આવું
બતાવનારી વીતરાગવાણી પૂજય છે. આવો પવિત્ર સ્વભાવ તો પૂજ્ય–આદરણીય છે,
એ સ્વભાવને પામેલા પરમાત્મા પણ પૂજ્ય છે. ને એ સ્વભાવને બતાવનારી વાણી પણ
પૂજ્ય છે. અહા, જે વાણીએ નિમિત્તપણે આવો ચિદાનંદ સ્વભાવ બતાવ્યો તે વાણીને
પણ નમસ્કાર છે. –તે વાણી સદાય જયવંત રહો.
અનેકાન્તમય એ વાણી ચૈતન્યનો અનેકાન્તસ્વભાવ દર્શાવનારી છે. આવી
વાણી કોણ ઝીલે? કે અંતરના પુરુષાર્થની વીરતા જેનામાં હોય તે જ અંતરદ્રષ્ટિવડે આ
વાણી ઝીલી શકે. શ્રીમદ્ કહે છે કે:– –
વચનામૃત વીતરાગનાં પરમ શાંતરસમૂળ,
ઔષધ એ ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.
રાગથી ધર્મ થાય, બહારથી ધર્મ થાય એવી પરાધીન દ્રષ્ટિ તે કાયરતા છે. એવા
કાયરજીવો વીતરાગની વાણીને ઝીલી શકતા નથી. અંતર્મુખ થઈને એકવાર જેણે
વીતરાગની વાણી