Atmadharma magazine - Ank 245
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 49

background image
: ૨૮ : આત્મધર્મ પોન્નૂર યાત્રા–અંક
બે હાથી અને રથ વગેરે બીજા અનેકવિધ સજધજથી દરેક જુલુસ ખૂબ શોભતા
હતા. છેલ્લી રથયાત્રા તો અદ્ભુત ઉલ્લાસકારી હતી, ને તે રથયાત્રા જોવા માટે
આસપાસના ગામોની જૈન–અજૈન જનતા હજારોની સંખ્યામાં ઉમટી પડી હતી, ચારેકોર
બેસુમાર ભીડ હતી. ઉત્સવમાં આવેલા ગુજરાતીભાઈઓને રહેવા માટે ૧પ૦ જેટલા
તંબુઓ બાંધીને ‘નેમિનાથનગર’ વસાવવામાં આવ્યું હતું. રખિયાલસ્ટેશન જેવા નાના
ગામમાં આવો મોટો ઉત્સવ ગુરુદેવના પ્રતાપે ઉજ્વાયો. આવા મહાન ઉત્સવને
ઉલ્લાસથી શોભવવા માટે રખિયાલના મુમુક્ષુઓને અને ગુજરાતના સાધર્મીઓને
ધન્યવાદ! (અહીં ગુરુદેવ એક વખત સમયસારકલશટીકા ઉપર અને એક વખત
ઋષભજિનસ્તોત્ર ઉપર પ્રવચન કરતા હતા; જિનમંદિરમાં મૂળનાયક શ્રી નેમિનાથ
ભગવાન બિરાજમાન છે; આજુબાજુ પાર્શ્વનાથ અને મહાવીરપ્રભુ છે.
* રખિયાલનો પ્રતિષ્ઠામહોત્સવ પૂરો કરીને પૂ. ગુરુદેવ દેહગામ, સોનસન,
ફતેપુર અને તલોદ પધાર્યા, ત્યાં દરેક ઠેકાણે ગુજરાતના મુમુક્ષુ સમાજે ઉત્સાહથી લાભ
લીધો. ત્યારબાદ તલોદથી વઢવાણ શહેર, ગોંડલ અને જેતપુર થઈ ને પૂ. ગુરુદેવ તા.
૧૪–૩–૬૪ ના રોજ પોરબંદર પધાર્યા છે ને ત્યા આઠ દિવસ બિરાજશે.
* પોરબંદર પછીનો ગુરુદેવનો કાર્યક્રમ:– આત્મધર્મના છેલ્લા અંકમાં છાપેલ
છે. તે મુજબ–લાઠી (માર્ચ તા. રર); સાવરકુંડલા તા. ર૩ થી ૩૦; આંકડિયા તા. ૩૧
માર્ચ તથા ૧ એપ્રીલ; ઉમરાળા તા. ર–૩ એપ્રીલ; ગઢડા તા. ૪–પ; પાટી તા. ૬; રાણપુર
તા. ૭ થી ૧૧; ત્યારબાદ બોટાદ તા. ૧ર થી ૧૯ એપ્રીલ; તેમાં તા. ૧૯ ને ચૈત્ર સુદ
આઠમના રોજ જિનબિંબવેદીપ્રતિષ્ઠાનું મુહૂર્ત. ત્યારબાદ તા. ર૦ થી ર૪ એપ્રીલ (ચૈ. સુ.
૯ થી ચૈ. સુ. ૧૩ સુધી) અમદાવાદ; તા. રપ થી ૩૦ સુધી વચ્ચે રસ્તાના ગામો સુરત,
પાલેજ વગેરે; અને તા. ૧–પ–૬૪ ચૈ. વદ છઠ્ઠના રોજ મુંબઈનગરીમાં પ્રવેશ. ત્યાં તા.
૧૩–પ–૬૪ ને વૈશાખ સુદ બીજનો હીરકજયંતીમહોત્સવ, અને તા. રર–પ–૬૪ ને
વૈશાખ સુદ ૧૧ નું દાદરજિનમંદિરની પંચકલ્યાણકપ્રતિષ્ઠાનું મુહૂર્ત. –પછી તુરતમાં
સુર્વણધામ સોનગઢ તરફ....
* સમ્મેદશિખર તીર્થધામની મધુરી છાયા–મધુવનમાં નંદીશ્વરના બાવન
જિનાલયો તથા પંચમેરુની જે સુંદર–ભવ્ય રચના થઈ હતી તેની પ્રતિષ્ઠાનો
પંચકલ્યાણક મહોત્સવ આ ફાગણ સુદ પાંચમથી બારસ સુધી ધામધૂમપૂર્વક ઉજવાઈ
ગયો. આ પ્રસંગે ચાલીસહજાર જેટલા ભક્તજનો એ પાવનતીર્થની છાયામાં એકઠા થયા
હતા ને પાર્શ્વપ્રભુની એ મોક્ષભૂમિમાં પાર્શ્વપ્રભુના પંચકલ્યાણકના પાવન દ્રશ્યો જોઈને
સૌને આનંદ થતો હતો. નંદીશ્વર–મંદિર ઉપર કલશ ચઢાવવાની ઉછામણી રૂા. ૧, ૧૧,
૧૧૧ માં શ્રી શાંતિ–