Atmadharma magazine - Ank 245
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 49

background image
પોન્નૂર યાત્રા–અંક આત્મધર્મ : ૨૯ :
પ્રસાદજીશાહૂએ લીધી હતી. કૂલ ઉપજ અંદાજ પાંચલાખ જેટલી થઈ હતી.
પ્રતિષ્ઠાવિધિ પં. શ્રી નાથુલાલજી શાસ્ત્રીએ કરાવી હતી. સિદ્ધિધામની છાયામાં સ્થિત એ
પંચમેરૂ નંદીશ્વર જિનાલયોને નમસ્કાર હો.
બીજો પ્રતિષ્ઠા–મહોત્સવ બનારસમાં ફાગણ સુદ એકમથી પાંચમ સુધી
ઊજવાયો. પાર્શ્વપ્રભુની આ જન્મનગરી ફરીને પાર્શ્વપ્રભુના જન્મકલ્યાણક વગેરેના
જયજયકારથી ગૂંજી ઊઠી. અહીંનું પંચાયતી મંદિર નવેસરથી બંધાતાં તેમાં પંચકલ્યાણક
પ્રતિષ્ઠાનો મહોત્સવ થયો હતો. બનારસ (કાશી) ની વસ્તી પાંચ લાખ જેટલી છે. –
જૈનોની વસ્તી બહુ જ થોડી છે. ઉત્સવ દરમિયાન લગભગ પાંચ હજાર માણસોની
ઉપસ્થિતિ રહેતી.
આફ્રિકામાં નાઈરોબી શહેરમાં તા. પ–૧–૬૪ ના રોજ જૈન સ્વાધ્યાયમંદિરનાં
શિલાન્યાસનો મહોત્સવ થયો હતો. સવારમાં જિનેન્દ્ર ભગવાનના પૂજન–અભિષેક બાદ
શ્રી રામજીભાઈ દેવરાજ શાહના સુહસ્તે શિલાન્યાસ થયું, તે પ્રસંગે સ્થાનિક અનેક
આગેવાનો ઉપરાંત મોમ્બાસા ને મોશી વગેરેથી કુલ ૮૦૦ જેટલા માણસો હતા.
શિલાન્યાસ બાદ જિનેન્દ્રદેવની રથયાત્રા ધામધૂમથી નીકળી હતી, ને આફ્રિકાના
ભક્તજનો આનંદથી નાચી ઊઠ્યા હતા. બપોરની સભામાં ૪૦૦ જેટલા માણસો હતા
ને શ્રી દેવસીભાઈએ પૂ. ગુરુદેવનો તથા સોનગઢનો પરિચય આપ્યો હતો. આફ્રિકા જેવા
દેશમાં પણ ઉત્સાહપૂર્વક આવી ધામર્મિકપ્રવૃત્તિ બદલ ત્યાંના સર્વે મુમુક્ષુઓને ધન્યવાદ!
રજીસ્ટે્રશન ઓફ ન્યુઝપેપર્સ (સેન્ટ્રલ) રૂલ્સ ૧૯પ૬ અન્વયે “આત્મધર્મ”
સંબંધમાં નીચેની વિગતો પ્રગટ કરવામાં આવે છે.
૧. પ્રસિદ્ધિસ્થળ : સ્ટેશન રોડ, ભાવનગર.
ર. પ્રસિદ્ધિક્રમ : દરેક અંગ્રજી મહિનાની દશમી તારીખ.
૩. મુદ્રકનું નામ : અનંતરાય હરિલાલ શેઠ.
કયા દેશના : ભારતીય. ઠેકાણું: આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર.
૪. પ્રકાશકનું નામઃશ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ વતી,
હરિલાલ દેવચંદ શેઠ, ભાવનગર.
કયા દેશના : ભારતીય. ઠેકાણું: સ્ટેશન રોડ, ભાવનગર.
પ. તંત્રી : જગજીવન બાઉચંદ દોશી
કયા દેશના : ભારતીય. ઠેકાણું: સાવરકુંડલા
૬. સામયિકના માલિકનું નામ: શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)
આથી અમો જાહેર કરીએ છીએ કે ઉપર આપેલી વિનતો અમારી
જાણ અને માન્યતા મુજબ બરાબર છે. તા. ૧–૩–૧૯૬૪