Atmadharma magazine - Ank 245
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 46 of 49

background image
પોન્નૂર યાત્રા–અંક આત્મધર્મ : ૩૧ :
છે; હું ઠેઠ સુધી ગુરુદેવની સાથે જ રહીશ.... અને ઠેઠ સુધી ગુરુદેવનું સ્મરણ
કરતાં કરતાં તેમણે દેહ છોડ્યો. શેઠ શ્રી મોહનલાલભાઈનો આત્મા દેવ–ગુરુ અને
તીર્થની ભક્તિના સત્સંગની ભાવનાના, તેમજ ધર્મપ્રેમના સુસંસ્કાર લઈને ગયો છે,
તેની સંધિમાં આગળ વધીને તે પોતાનું આત્મહિત શીઘ્ર સાધે એમ ઈચ્છીએ, અને
આવા પ્રસંગ ઉપરથી ધાર્મિકભાવના પૃષ્ટ કરીને, દેવ–ગુરુની ભક્તિ દ્રઢ કરીને,
સત્સંગમાં અપ્રમાદપણે આત્મહિત સાધવામાં આપણે ઉદ્યમી બનીએ. –––એ જ ભાવના.
* દિલ્હીમાં શ્રી હુકમચંદજીના ધર્મપત્ની શ્રી સબ્જીદેવીનો સ્વર્ગવાસ ગત તા.
૩૧–૧–૬૪ ના રોજ પૂ. ગુરુદેવના વ્યાખ્યાનનું ટેપરેકોર્ડિંગ રીલ સાંભળતાં થઈ ગયો.
તેમને ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ હતો ને અવારનવાર સોનગઢ આવીને લાભ લેતા.
ધર્મપ્રભાવના વધે તે માટે પણ તેમને ઘણી ભાવના હતી.
* દિલ્હીમાં જૈન વોચ કુાં.વાળા શેઠ શ્રી રઘુવીરસિંહજી ૬પ વર્ષની વર્યે
ગતમાસમાં સ્વર્ગવાસ પામી ગયા. છેલ્લી ઘડી સુધી ધાર્મિકપાઠની સ્વાધ્યાયપૂર્વક તેમણે
દેહ છોડ્યો. તેઓને જૈનધર્મ માટે ખાસ ગૌરવ હતું; ગુરુદેવ પ્રત્યે પણ તેઓ બહુમાન
ધરાવતા, તેમજ તેમના સુપુત્ર પ્રેમચંદજી પણ બહુમાન ધરાવે છે. તેમના તરફથી
જૈનધર્મના મહિમાસૂચક મોટા રંગીન કેલેન્ડર દર વર્ષે છપાય છે.
* મોરબીમાં ગત માસમાં (માહ સુદ ૧ના રોજ) શ્રી હંસરાજ ભગવાનજી દોશી
સ્વર્ગવાસ પામી ગયા. છેલ્લે કેટલાક વખતથી તેઓ બિમાર હતા, છતાં થોડા વખત
પહેલાંં સોનગઢ આવીને તેમણે સત્સમાગમનો લાભ લીધો હતો. મોરબીમાં તેઓ ઘરે
રેકોર્ડિંગમશીન દ્વારા પૂ. ગુરુદેવના પ્રવચનો સાંભળ્‌યા કરતા; લગભગ છેલ્લી ઘડી સુધી
નિયમસાર ગા. ૩૮ ઉપરનું પ્રવચન સાંભળતાં અને ગુરુદેવનું સ્મરણ કરતાં તેમણે દેહ
છોડ્યો. છેલ્લા અનેક વર્ષોથી તેઓ પૂ. ગુરુદેવના સત્સમાગમમાં આવેલ હતા, ને
પોતાના કુટુંબમાં પણ ધાર્મિક ભાવનાના સંસ્કાર તેઓ રેડતા ગયા છે.
* ઉદયપુરના ભાઈશ્રી હજારીમલજી મહેતા ગતમાસમાં આકસ્મિક સ્વર્ગવાસ
પામી ગયા છે. ઉદયપુર મુમુક્ષુમંડળના તેઓ અધ્યક્ષ હતા, તેમજ મુંબઈ મુમુક્ષુમંડળમાં
પણ તેઓ ઉત્સાહભર્યો ભાગ લેતા. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો ને
અવારનવાર સોનગઢ આવીને લાભ લેતા હતા.
* ગોંડલના ભાઈશ્રી રૂખડ ગોવા ભરવાડ માહ સુદ ૬ ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે, તેઓ મુમુક્ષુમંડળમાં ભાગ લેતા અને ગુરુદેવ પ્રત્યે તેમને ભક્તિભાવ હતો.
તેમણે ગોંડલના દિ. જિનમંદિરને રૂા. પ૦૧/–ભેટ આપ્યા છે.
––આ સર્વે સદ્ગત આત્માઓ જિનશાસનની ઉપાસનામાં આગળ વધીને
આત્મહિત સાધો..... એ જ ભાવના.