: II : આત્મધર્મ પોન્નૂર યાત્રા–અંક
યાત્રિકો ગયા હતા. અહીં બપોરના પ્રવચનમાં ગુરુદેવે સીમંધરભગવાનને તેમજ
કુંદકુંદ–ભગવાનને અતિશય બહુમાનપૂર્વક યાદ કરીને અલૌકિક વાત કરી હતી, જે
સાંભળતાં શ્રોતાજનોને ઘણો હર્ષ થતો હતો. (તા. ૧૭) હુમચાથી કુંદકુંદપ્રભુની ભક્તિ
કરતા કરતા કુંદાદ્રિ આવ્યા ને યાત્રા કરવાની ધૂનમાં મોટરબસો લગભગ અડધા પહાડ
ઉપર તો ચડી લઈ. કુંદાદ્રિપહાડ ગીચ ઝાડીથી છવાયેલાો છે, ને તેમાં મોટર લગભગ ઠેઠ
ઉપર સુધી જઈ શકે તેવા રસ્તા તૈયાર થયા છે. દસેકવર્ષ પહેલાંં તો આ પહાડ ઉપર
ચાલીને જવાનું પણ મુશ્કેલ પડતું. કોઈ મોટરદ્રારા તો કોઈ પગપાળા કુંદકુંદપ્રભુના
પાવનધામમાં આવી પહોંચ્યા. ઉપરના મનોહર–ઉપશાંત વાતાવરણમાં, પાપવિધ્વંસીની
તળાવડીના કાંઠડે પ્રાચીન મંદિર–માનસ્તંભ છે, તેની બાજુમાં કુંદકુંદપ્રભુના પ્રાચીન
ચરણકમળ કોતરેલા છે. આ ચરણપાદૂકા પાસે એક હોલ બાંધવામાં આવ્યો છે. ગુરુદેવ
ભાવપૂર્વક કુંદપ્રભુના ચરણોને ભેટ્યા, ભાવથી ચરણસ્પર્શ કર્યા, અભિષેક કર્યો; ને પછી
પૂજન થયું. નમોક્કારમંત્ર અને કુંદકુંદદેવાય નમ: એમ બોલીને ગુરુદેવે પૂજનની શરૂઆત
કરાવી. પૂજન બાદ ઘણા ઉત્સાહથી ભક્તિ થઈ. સ્તવનમંજરી પૃ. ૪૩૧ માંથી ગુરુદેવે
ભજન ગવડાવ્યું––
આજે મંગલકારી મહા સૂર્યોદ્રય ઊગીયો રે...
ભવ્યજનોના હૈયે હર્ષાનંદ અપાર
શ્રી કુંદકુંદપ્રભુજી શાસનશિરોમણિ થયા રે...
જેઓ જિનેશ્વરના દર્શનથી પાવન થયા રે...
જેની આતમશક્તિની કરવી શું વાત?
તેના ચરણોમાં મસ્તક મારું ઝૂકી પડે રે...
ગુરુદેવ ઘણા જ ભક્તિભાવથી એ ભજન ગવડાવતા હતા. ભક્તિ બાદ આ
યાત્રાની આનંદકારી સ્મૃતિમાં હસ્તાક્ષર આપતાં ગુરુદેવે લખ્યું કે “કુંદનગિરિ પાવન
કરનાર કુંદકુંદદેવને નમ: ” પછી પહાડ ઉપરનું પ્રાચીનમંદિર–કે જેમાં કુંદકુંદસ્વામી દર્શન
કરતા–તે મંદિરના દર્શન કર્યા, અને આ યાત્રાની યાદગીરીમાં લગભગ છ હજાર રૂા. નું
ફંડ થયું. ત્યારબાદ મંદિરસન્મુખના ચોકમાં મુનિભક્તિ થઈ. તેમાં પૂ. બેનશ્રીબેને
કુંદકુંદપ્રભુની લગનીનું ભાવભીનું સ્તવન ગવડાવીને અદ્ભુત ભક્તિ કરાવી હતી;––એ
સ્તવન આ અંકમાં આપ્યું છે. ––આમ આનંદપૂર્વક ગુરુદેવ સાથે કુંદાદ્રિધામની યાત્રા
કરીને, ઉલ્લાસભરી ભક્તિ ગાતાંગાતાં સૌ નીચે ઊતર્યા.....પહાડની તળેટીમાં રોકાઈને
નાસ્તાપાણી કર્યા.... બપોરે ગુરુદેવે વીસેક મિનિટ પ્રવચન કર્યું ને ગુરુદેવના સન્માનની
વિધિ થઈ..... ત્યારબાદ ત્યાંથી પ્રસ્થાન કરીને ઘનઘોર ગીચ ઝાડી વચ્ચેથી પ્રવાસ
કરતાં, રંગ લાગ્યો રે મને રંગ