દર્શન કર્યા. મૂડબિદ્રિ ગામમાં સમાજમંદિરમાં ગુરુદેવના સ્વાગતનો સમારોહ થયો હતો.
રાત્રે ભક્તિ થઈ હતી. બીજે દિવસે સવારે પૂજન બાદ મૂડબિદ્રિના અનેક જિનમંદિરોના
દર્શન કર્યા. અહીં અઢાર જેટલા જિનમંદિરો છે. ઘણા યાત્રિકો કારકલ જઈને બાહુબલી
ભગવાનના તથા અનેક જિનમંદિરોના દર્શન કરી આવ્યા. બપોરે રત્નપ્રતિમાદર્શન બાદ
પ્રવચન થયું અને તાડપત્રના શાસ્ત્રો (જ્યધવલા વગેરે) નું અવલોકન કર્યું. રાત્રે
ત્રિભુવનતિલકચૂડામણિ જિનાલયમાં દીપમાલા–દર્શન થયું. હજારો દીપકોથી ઝગઝગતા
મંદિરમાં જિનેન્દ્રદર્શનનું દ્રશ્ય ઘણું સુંદર લાગતું હતું. એ વખતે ભક્તિમાં કાનડી ભજનો
પણ ગવાયા હતા.–આમ મૂડબિદ્રિનો બે દિવસનો કાર્યક્રમ પૂરો થયો હતો. બીજે દિવસે
સવારમાં શ્રવણબેલગોલા તરફ જતાં વચ્ચે વેણૂરસ્થિત બાહુબલિ ભગવાનના તથા
જિનમંદિરોનાં દર્શન કર્યા.
એક બાજુ હજારો ફૂટ ઊંડી ખીણો ને બીજી બાજુ ઊંચી પહાડી, ઊંચા ઊંચા વૃક્ષોની
ઘનઘોર ઘટા, ક્યાંક ક્યાંક રમણીય ઝરણા ને વાંકાચૂંકા રસ્તાઓ–એવા આ ઘાટનાં
દ્રશ્યો યાદગાર છે. સવારે છ વાગે નીકળી સાંજે પાંચ વાગે શ્રવણબેલગોલ પહોંચ્યા.
વચ્ચે બેલૂરનો મઠ ને હળેબિડના પ્રાચીન જિનમંદિરો જોયા. લગભગ પંદર માઈલ દૂરથી
યાત્રિકને શ્રવણબેલગોલના પહાડ ઉપર બિરાજમાન બાહુબલિનાથના શિરોભાગના
દર્શન થાય છે. રાત્રે જિનમંદિરમાં ચોવીસ ભગવંતો સન્મુખ ભક્તિ થઈ.
નીહાળ્યા..........કે હર્ષાનંદથી સૌ સ્તબ્ધ બની ગયા.... આ વીતરાગીઢીમના દર્શને
શાંતિની ને હર્ષની એટલી બધી ઊર્મિઓ જાગે છે કે ક્ષણભર તો વાણી તેને વ્યક્ત કરી
શકતી નથી. ગુરુદેવ પણ સ્તબ્ધનયને ફરી ફરી એ પાવનમુદ્રાને અવલોકી રહ્યા.
ત્યારબાદ બાહુબલીભગવવાનની બે પૂજા થઈ; ને ગુરુદેવે તેમજ બેનશ્રીબેને ભક્તિ
કરાવી. એ રીતે આનંદપૂર્વક યાત્રા કરીને નવ વાગે નીચે આવ્યા, ને દક્ષિણદેશની
જનતાએ ઉમંગપૂર્વક ગુરુદેવને ગામમાં ફેરવીને સ્વાગત ર્ક્યું; સ્વાગત પૂરું થતાં કન્નડ
બાલિકાઓએ દીપકથી ને પુષ્પ વગેરેથી ને ગુરુદેવનું