શ્રી કાનજીસ્વામીએ જે અધ્યાત્મસન્દેશ સંભળાવ્યો
તેનો થોડોક નમૂનો અધ્યાત્મપ્રેમી વાંચકો માટે અહીં
રજુ કરવામાં આવ્યો છે.
પોતામાં શું કાર્ય કરે છે? તે અહીં ઓળખાવે છે. અંદરમાં જે જ્ઞાનથી વિરુદ્ધ રાગની કે
દ્વેષની લાગણીઓ થાય છે તે વિકારી લાગણીઓને જ નિજસ્વરૂપ સમજીને અજ્ઞાની
તેનો કર્તા થાય છે. આ અજ્ઞાનીનું કાર્ય છે ને તે જ અધર્મ છે, તે જ દુઃખ અને સંસાર
છે. જ્ઞાની તો રાગની લાગણીથી પાર નિજસ્વરૂપને જાણતો થકો તે પોતાના
જ્ઞાનભાવનો જ કર્તા થાય છે, આવો તેનો વીતરાગ જ્ઞાનભાવ તે જ ધર્મ છે, તે જ
જ્ઞાનીનું કાર્ય છે.
ઇચ્છા પ્રમાણે જગત ચાલવાનું છે? આ દેહ અનંતા પરમાણુ ભેગા થઇને બનેલો છે,
તે અનંતા રજકણે પણ કાંઇ તારી ઇચ્છા પ્રમાણે પરિણમવાના નથી. અરે, બહારનાં
કામ તો દૂર રહ્યા, અંદરના ભાવમાં થતી જે રાગની લાગણી, તેનાથી પણ પાર
વીતરાગનો માર્ગ છે. ભાઈ વીતરાગના માર્ગ અલૌકિક છે. જે માર્ગે સિંહ સંચર્યા તે
માર્ગે હરણીયાં નહિ સંચરે...તે માર્ગના લીલા ઘાસ ઊભા ઊભા સુકાઇ જશે પણ
ડરપોક હરણીયાં તે માર્ગે નહિ જાય....તેમ ધર્મના કેસરી સિંહ એવા જે તીર્થંકર
ભગવંતો તેમનો વીતરાગ માર્ગ અલૌકિક છે....રાગથી ધર્મ થાયને દેહની ક્રિયાનો હું
કર્તા–એવી બુદ્ધિવાળા જીવો વીરના વીતરાગમાર્ગમાં નહિ