Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૧૨ઃ વૈશાખ સુદ ૨
વીરપ્રભુએ કહેલી આ વાણી પાત્ર જીવોએ ઝીલી...ને અંતર્મુખ થઈને
સમ્યગ્દર્શનાદિ પામ્યા. વીરપ્રભુની વાણીના ધોધ સંતોએ ઝીલ્યાને શાસ્ત્રોમાં સંઘર્યા,
અહા, એ વાણી સાંભળતાં વાઘના વકસ્વભાવ છૂટી ગયા...સર્પ અને નોળિયાના
વેર છૂટી ગયા. ઝેરી નાગના ઝેરી સ્વભાવ છૂટી ગયા...મોટા રાજકુમારો એ વાણી
ઝીલી આત્મજ્ઞાન પામ્યા...નિર્વિકલ્પ ચૈતન્યતત્ત્વ શું ચીજ છે–તેનો ઉપદેશ
ભગવાનની વાણીમાં આવ્યો. તેનો પ્રવાહ આજેય ચાલ્યો આવે છે. અંતરમાં
વિચાર–મનન કરે તો પોતાના પુરુષાર્થથી તેની પ્રાપ્તિ થાય છે. ને સ્વાશ્રયના
વીતરાગભાવરૂપ જે વીરમાર્ગ, તે વીરમાર્ગને સાધીને આત્મા પોતે પરમાત્મા થાય
છે.–આ છે મહાવીરનો સન્દેશ.
બોલિયે...ભગવાન મહાવીર કી...જય
મહાવીર–માર્ગ પ્રકાશક સન્તોંકી જય...
શ્રુતના સાગરમાંથી નીકળેલું એક રત્ન
तदेवैकं परं रत्नं सर्वशास्त्रमहोदधेः।
रमणीयेषु सर्वेषु तदेकं पुरतः स्थितम्।। ४३।।
તે એક ચૈતન્યસ્વરૂપ આત્મા જ સમસ્ત શાસ્ત્રરૂપી મહાસમુદ્રનું
પરમ રત્ન છે (અર્થાત્ તે ચૈતન્યરત્નની પ્રાપ્તિ માટે જ સર્વશાસ્ત્રનું
અધ્યયન કરવામાં આવે છે); શાસ્ત્રોના સમુદ્રનું મથન કરી કરીને
સંતોએ શું કાઢયું?–કે શ્રુતના દરિયામાં ડુબકી મારીને સંતોએ આ એક
પરમ ચૈતન્યરત્ન કાઢયું, સર્વે રમણીય પદાર્થોમાં છે ચૈતન્યસ્વરૂપ આત્મા
જ એક રમણીય તથા ઉત્કૃષ્ટ છે.
(પદ્મનંદીઃ એકત્વઅશીતિ અધિકાર)