Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૧૭ઃ
ને તે તરફના બહુમાનથી દાનાદિની કેવી લાગણી હોય તે સમજાવે છે. ભાઈ, જો દેવ–
ગુરુ–ધર્મનો પ્રેમ કરતાં તને સ્ત્રી, શરીર કે લક્ષ્મી વગેરેનો પ્રેમ વધી જાય તો તારી
રુચિની દિશા કઈ તરફ છે? તેનો તું વિચાર કર.
પોતાના સ્વરૂપનો આનંદ પ્રગટ કરીને તેનું પરમાર્થ દાન જેણે લેવું હોય તેને
પહેલાં પાત્રતાની ભૂમિકામાં દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે કેવી ભક્તિ ને પ્રેમ હોય? તે અહીં
બતાવવું છે.
આ ભરતક્ષેત્રમાં આ ચોવીસીમાં ૧૮ ક્રોડાક્રોડી સાગરોપમના અંતરે વિધિપૂર્વક
દાન લેનાર ભગવાન ઋષભમુનિરાજ હતા, ને દાન દેનાર શ્રી શ્રેયાંસકુમાર હતા,
તેથી મંગલાચરણમાં તેઓનું સ્મરણ કર્યું છે. અહા, ધન્ય તે શ્રેયાંસકુમારનું ઘર....કે
જ્યાં ભગવાન ઋષભનાથે મુનિદશામાં પહેલો વહેલો આહાર લીધો....સાક્ષાત્
મોક્ષમાર્ગરૂપી કલ્પવૃક્ષ જેના આંગણે ફળ્‌યું–તે શ્રેયાંસના ધવલયશની શી વાત!!
ઋષભદેવ મુનિ થયા....છ મહિના તો જ્ઞાન–ધ્યાનમાં એવા મશગુલ રહ્યા કે આહારની
વૃત્તિ ન ઊઠી....પછી આહારની વૃત્તિ ઊઠી પણ મુનિને આહારદાન દેવાની રીત શું છે–
તેની કોઇને ખબર ન હતી....છ મહિના પછી જ્યારે હસ્તિનાપુર નગરીમાં પધાર્યા
ત્યારે તેમને જોતાં જ શ્રેયાંસકુમારને પૂર્વના આઠમા ભવનું જાતિસ્મરણજ્ઞાન થઇ ગયું
ને તે વખતે ઋષભદેવના જીવ (વજ્રજંઘ)ની સાથે પોતે (શ્રીમતિ તરીકે) મુનિઓને
જે રીતે આહારદાન દીધેલું તેની વિધિનું ભાન થયું ને નવધાભક્તિપૂર્વક ભગવાનને
આહારદાન દીધું.
એ ધન્ય દિવસ હતો–વૈશાખ સુદ ત્રીજ! એ વખતે શ્રેયાંસકુમારને એમ થયું કે
અહા! મારે આંગણે કલ્પવૃક્ષ આવ્યું....મારે આંગણે મોક્ષમાર્ગ સાક્ષાત્ આવ્યો. ધન્ય
ભાગ્ય! ધન્ય ભાગ્ય!!
સમસ્ત શ્રુતજ્ઞાન આરાધનાથી નિબદ્ધ છે;
સમસ્ત શ્રુતજ્ઞાન આરાધનાથી ભિન્ન નથી,
સમસ્ત શ્રુતજ્ઞાન આરાધનાનો વિસ્તાર છે.
(ભગવતી આરાધના પૃ. ૬૯૬)