Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૧૮ઃ વૈશાખ સુદ ૨
વૈરાગ્યમય જીવન
વૈરાગ્યમય જીવનમાં લૂખાશ નથી, પણ પવિત્ર રસ છે. જો જીવનમાં લૂખાશ
લાગે તો તે જીવન શૂષ્ક છે, કષાયથી રંગાયેલું છે, અને વૈરાગ્યમય જીવનમાં શુષ્કતા કે
લૂખાશ નથી, પરંતુ તેમાં તો કષાયરહિતપણાની શાંતિ છે, તે નિષ્કષાય–સ્વરૂપની
મસ્તીથી ભરપૂર જીવન મોજમય છે, પવિત્ર છે; હા, તેમાં કષાયનો રંગ નથી તેથી
અજ્ઞાનીજીવોને તે શુષ્ક–લૂખા જેવું લાગે–પરંતુ ના, ના, તે જીવન શુષ્ક નથી–લૂખું નથી.
એ પવિત્ર જીવન આત્માનંદની અનેક ક્રિડાઓથી ભરપૂર છે.
જેને આત્માનંદની ખબર નથી તે વાસ્તવિક વૈરાગ્યમય જીવન નહિ જીવી
શકે.....
વૈરાગ્ય એકલો એકલો મસ્તી નહિ કરી શકે, પણ જો વૈરાગ્ય સાથે જ્ઞાન હશે
તો જ વૈરાગ્યની સાચી મસ્તી જામશે....જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન
આપનારાં છે. જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી પણ રૂંધાયેલો કષાય
છે; પણ જ્ઞાન નહિ હોવાથી તે કષાયને ઓળખી શકાતો નથી અને તેથી અજ્ઞાનપણે
કષાયમાં (દ્વેષમાં) વૈરાગ્યની માન્યતા થઇ જાય છે, આને “
मोहगर्भित वैराग्य
પણ કહેવાય છે.
જ્ઞાન છે તે કષાયને બરાબર ઓળખી જાય છે, તેથી જ્યાં જ્ઞાન હોય ત્યાં
કષાય છૂપાઈ શકતો નથી, અલ્પ હોય તે પ્રગટ થઇને નાશી જાય છે–એટલે જ્ઞાન
પોતે વૈરાગ્યની મસ્તીને ઓળખે છે....અને વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવા દેતું
નથી પણ બધાથી નિસ્પૃહ અને સ્વની મોજમાં જ્ઞાનને ટકાવી રાખે છે. જ્ઞાન સહિતનું
જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે; પણ જ્ઞાનવગરના જીવને તે જીવન નીરસ
જેવું લાગવા પણ સંભવ છે કેમકે તેનામાં જ્ઞાનને અને વૈરાગ્યની મસ્તીને
પારખવાની તાકાત નથી....જ્ઞાન પોતે વૈરાગ્યસ્વરૂપ છે. જ્ઞાનની સર્વ મસ્તી
વૈરાગ્યથી જ ભરપૂર છે...