Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૧૯ઃ
જો જીવનમાં જ્ઞાનમસ્તીનો પરમ શાંત રસ ન અનુભવાય અને ખેદ કે નિરસતા
લાગે તો સમજવું કે ત્યાં સત્ય જ્ઞાન વૈરાગ્ય નથી.
જ્ઞાન અને વૈરાગ્યની મસ્તીઓ સદા જીવનને જાગૃતીમય રાખે છે–પણ
કદાપી જીવનમાં મૂંઝારો આવવા દેતી નથી. જ્ઞાનીના જીવનના દરેક પ્રસંગો જ્ઞાન
અને વૈરાગ્યથી જ ભરપૂર છે. જ્ઞાન છે તે સુખને સાધે છે–અને વૈરાગ્ય છે તે
દુઃખને દૂર કરે છે. જ્ઞાન અને વૈરાગ્ય એટલે સર્વજ્ઞતા અને વીતરાગતાના
સાધકો....
નિરપેક્ષ તત્ત્વની શ્રદ્ધાને કોઇનું અવલંબન નથી. નિરપેક્ષ તત્ત્વની શ્રદ્ધા
‘જ્ઞાનના ઉઘાડની’ અપેક્ષા પણ રાખતી નથી અને દ્રવ્ય તરફ ઢળતા વિકલ્પની અપેક્ષા
પણ તે શ્રદ્ધા રાખતી નથી. જ્ઞાનનો ઉઘાડ અને વિકલ્પ એ બન્નેની ઉપેક્ષા કરીને
નિરપેક્ષ દ્રવ્યમાં એકાકાર થનારી શ્રદ્ધા તે જ સાચી શ્રદ્ધા છે. જ્યાંસુધી કાંઇ પણ
અપેક્ષાનું લક્ષ હશે ત્યાંસુધી નિરપેક્ષતત્ત્વ પ્રતીતમાં નહિ આવે. નિરપેક્ષતત્ત્વ તે સંપૂર્ણ
સ્વાધીન છે–સર્વેની અપેક્ષાથી પાર છે–એ તત્ત્વની પ્રતીતમાં અનંત પુરુષાર્થ છે.
જગતના બધાય પદાર્થોની ઉપેક્ષા કરીને એક સ્વ તત્ત્વને નિરપેક્ષપણે પ્રતીતમાં લેવું તે
જ સમ્યગ્દર્શન છે.
जस्स द्रढा जिणभत्ति तस्स भयं णत्थि संसारे।।
જે પુરુષને જિનેન્દ્રભગવાનમાં દ્રઢ ભક્તિ છે તેને
સંસારમાં ભય નથી....કેવી છે તે ભક્તિ? સંસાર
પરિભ્રમણના ભયરૂપ સંવેગથી ઉપજેલી છે, મિથ્યાત્વાદિ
શલ્યથી રહિત છે, મેરુપર્વત સમાન નિષ્કંપ છે; આવી
જિનભક્તિ જેને થઇ તેને સંસારનો અભાવ જ થયો.
(ભગવતી આરાધના પૃ. ૩૦૨)