શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૩૪ઃ વૈશાખ સુદ ૨
આપણો ભારતદેશ
(અહીં આપેલા પ્રશ્નોત્તરદ્વારા આપણા ભારતદેશની કેટલીક
વિશેષતા જાણીને જિજ્ઞાસુઓને આનંદ થશે)
પ્રશ્નઃ–ભારતદેશના તીર્થોમાં મુખ્ય તીર્થ કયું?
ઉત્તરઃ–શ્રી સમ્મેદશિખરજી તીર્થધામ તે ભારતનું મુખ્ય તીર્થ છે, તે શાશ્વત
નિર્વાણધામ છે ને વર્તમાન ૨૪માંથી ૨૦ તીર્થંકરો ત્યાંથી મોક્ષ પામ્યા છે.
પ્રશ્નઃ–ભારતદેશમાં અત્યારે મુખ્ય પ્રતિમા કઇ?
ઉત્તરઃ–દક્ષિણ ભારતમાં શ્રવણબેલગોલમાં ચંદ્રગિરિપર્વત ઉપર સ્થિત બાહુબલી
ભગવાનના પ્રતિમાજી અત્યારે ભારતમાં સૌથી મુખ્ય છે, તે પ૬ ફૂટ
ઊંચા છે, ચૈતન્યસાધનામાં લીન પરમ અદ્ભુત તેનો દેદાર છે....વિશ્વની
એક અજાયબી છે. કહાનગુરુ એને જોઈને અતિ પ્રસન્ન થયા છે.
પ્રશ્નઃ–ભારતદેશમાં જૈનોની મુખ્ય નગરી કઇ,–કે જ્યાં દિ.જૈનધર્મના સૌથી વધુ
મંદિર હોય?
ઉત્તરઃ–ભારતદેશમાં જયપુરનગરીમાં સૌથી વધુ જિનમંદિરો છે, અહીં ૨૦૦
જેટલા દિ.જિનમંદિરો છે, ત્રીસ હજાર જેટલી દિ. જૈનોની વસતી છે. આ
જયપુરનગરી ભારતમાં જૈનોની મુખ્ય નગરી છે.
પ્રશ્નઃ–ભારતમાં અત્યારે કયા પર્વત ઉપર સૌથી વધુ દિ. જિનમંદિરો છે?
ઉત્તરઃ–ઉત્તર ભારતમાં સોનાગિરિપર્વત ઉપર હાલ સૌથી વધુ દિ. જિનમંદિરો છે.
આ પર્વત અંગ–અનંગ મુનિઓનું સિદ્ધક્ષેત્ર છે, ને તેના ઉપર ૭૭
જિનમંદિરો છે, તે બધા જ દિગંબર જૈનોના છે.