આરાધક સંતના નિમિત્તે તીર્થ બન્યું હોય છે. તો પછી આરાધક સંત પોતે સાક્ષાત્
બિરાજતા હોય–તે સ્થાન તો તીર્થધામ બને એમાં શું આશ્ચર્ય! જ્યાં ધર્માત્મા બિરાજે છે
ત્યાં તીર્થ જ છે, એની વાણી પણ તીર્થ છે. અહા, આવા તીર્થ, અને એમની સાથે જ
તીર્થયાત્રા,–એમ ડબલ તીર્થની પ્રાપ્તિથી મુમુક્ષુના હર્ષની શી વાત! વિશ્વના શ્રેષ્ઠ
સુયોગની પ્રાપ્તિથી આનંદિત થયેલો મુમુક્ષુ ભવોભવનાં બંધનને ક્ષણમાં ભેદી નાંખે છે ને
સાધકભાવનો પુરુષાર્થ ઉપાડે છે.
તીર્થયાત્રાની ખરી મોજ અવારનવાર આપણને ચખાડીને ગુરુદેવે જીવનભર યાદ
રહી જાય એવો જે આનંદ કરાવ્યો છે ને હજી કરાવી રહ્યા છે. તે ખરેખર તેઓશ્રીનો
મહાન ઉપકાર છે.
ભવના અભાવ માટે મળ્યો છે. આ ભવ, ભવને
વધારવા માટે હોઇ શકે નહીં. અરે આ ભવમાં ભવનો
અભાવ ન કર્યો તો ક્યારે કરીશ? ભવના અભાવરૂપ
ભવવું–એટલે કે મોક્ષ તરફ પરિણમવું તે આ ભવમાં
કરવાનું છે.