બન્નેના દર્શન એક સાથે થાય. એના મહિમાની શી વાત! તીર્થધામમાં સંત ઊભા
હોય ને એ તીર્થનો મહિમા સમજાવતા હોય એવા ધન્ય પ્રસંગો ગુરુપ્રતાપે
આપણને યાત્રામાં પ્રાપ્ત થયા....એક વાર નહિ પણ આઠ વાર! –આઠ વાર!
જી....હા....આઠ વાર, બે વાર બાહુબલી–પોન્નૂરયાત્રા એકવાર સમ્મેદશિખરયાત્રા,
ત્રણવાર ગીરનારયાત્રા ને બેે વાર શત્રુંજયયાત્રા–ગણો જોઇએ, કેટલી યાત્રા થઇ?
હજી ભોપાલ તરફ ગયા તે વખતની સિદ્ધવરકૂટ, પાવાગીર વગેરેની યાત્રા તો
આમાં ગણતા નથી.
થયો છે. આવા મહાન તીર્થોની યાત્રા ને આવા પવિત્ર સંતોનો યોગ–ખરેખર
સંસારના સર્વ કલેશોને ભૂલાવી દે છે. સંતના શરણમાં કે તીર્થના આવાસમાં
જીવન આનંદિત બને છે, આરાધનાનો ઉત્સાહ જાગે છે, આરાધક જીવો પ્રત્યે પરમ
બહુમાન જાગે છે. સમયસારમાં તથા ભગવતી આરાધના વગેેરેમાં વીતરાગી
આચાર્યોએ માત્ર સમ્યગ્દર્શનધારક સંતધર્માત્માનો પણ કેટલો અગાધ મહિમા
સમજાવ્યો છે!–જે વાંચતા પણ મુમુક્ષુને રોમે રોમે પ્રસન્નતા થાય તો એવા
ધર્માત્મારૂપ તીર્થના સાક્ષાત્ દર્શનની શી વાત!! અહા, આત્માનો સાક્ષાત્કાર
પામેલા જીવોની મુદ્રાનું દર્શન પ્રાપ્ત થવું તે પરમાત્માનો સાક્ષાત્કાર થવા સમાન
છે. આ કાળે તો સાક્ષાત્ ભગવાનના દર્શન જેટલો જ ધર્માત્માના દર્શનનો મહિમા
છે. જેમ સમ્મેદશિખર વગેરે પાવન તીર્થોનું દર્શન તીર્થંકરભગવંતોને યાદ કરાવે છે
તેમ ચૈતન્ય સાધક ધર્માત્માનું દર્શન પણ પૂર્ણ પરમાત્મપદનું સ્મરણ કરાવીને તેને
સાધવાની પ્રેરણા જગાડે છે. જેમ તીર્થના દર્શન માટે જીવો (અગાઉ–તો પગપાળા
જતા ને માંડ બે ત્રણ વર્ષે યાત્રા થતી) ગમે તેટલી મુશ્કેલી હોંશથી ઓળંગીને પણ
તીર્થયાત્રા કરે છે, તેમ મોક્ષનો યાત્રિક એવો આત્માર્થી જીવ જગતની ગમે તેવી
મુશ્કેલીઓને પણ હોંશથી ભોગવીને ધર્માત્માનો સાક્ષાત્કાર કરે છે....તેની છાયામાં
રહે છે. પ્રત્યક્ષ ધર્માત્મા પ્રત્યે પરમ પ્રીતિ–ભક્તિરૂપ ઉલ્લાસભાવ જેને ન જાગે
તેને તીર્થ પ્રત્યે પણ ખરો ઉલ્લાસ હોતો નથી; કેમકે તીર્થોનો સંબંધ તો ધર્માત્માના
ગુણોની સાથે છે; જગતમાં જે કોઇ તીર્થ હોય તે કોઇપણ