Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 61 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ પ૪ઃ વૈશાખ સુદ ૨
તીર્થ મહિમા
રત્નત્રયરૂપ ભાવતીર્થવડે સંસાર તરતાં તરતાં, જે પવિત્ર
સંતોએ પોતાની પાવન ચરણરજ વડે ભૂમિને પણ
તીર્થરૂપ પૂજ્ય બનાવી તે સંતોને નમસ્કાર હો, તેમની
સાધનાભૂમિરૂપ તીર્થને નમસ્કાર હો.
તીર્થનો અપાર મહિમા છે કે એની યાત્રા કરતાં અનેક આરાધક જીવોનું
સ્મરણ થાય છે ને જિજ્ઞાસુને આત્મસાધનાની પ્રેરણા જાગે છે. તીર્થભૂમિ તો
દેવભૂમિ છે; દેવ–ગુરુ–શાસ્ત્રની પૂજામાં દેવની પૂજાનું જે સ્થાન છે લગભગ તે જ
સ્થાન તીર્થપૂજાનું છે. તીર્થયાત્રા કરનાર મુમુક્ષુયાત્રિક તીર્થયાત્રા વખતે સંસારથી
પાર કોઇ અનેરા શાંત વાતાવરણમાં અધ્યાત્મભાવનાઓની ઊર્મિઓનો આનંદ
મહાલે છે.–અને તેમાંય, જો તે તીર્થયાત્રા કોઇ ધર્માત્મા–સંતની સાથે હોય તો એના
મહિમાનું શું કહેવું?
આપણા આ ગં્રથનાયક પૂ. શ્રી કાનજીસ્વામીએ હજારો યાત્રિકો સાથે
ભારતના મહાનતીર્થોની ઉલ્લાસ અને ભક્તિપૂર્વક યાત્રા કરીને જૈનશાસનમાં એક
સોનેરી ઇતિહાસ રચ્યો છે. એ સમ્મેદશિખર ને એ પાવાપુરી, એ રાજગૃહી ને એ
ચંપાપુરી, એ ગીરનાર ને એ શત્રુંજય, એ સિદ્ધવરકૂટ ને એ બડવાની, ઊંચા ઊંચા
અડોલજોગીએ બાહુબલી ને એ પાવનધામ પોન્નૂર, એ રત્નપ્રતિમાને
સિદ્ધાંતગં્રથો.....એ અયોધ્યા ને એ હસ્તિનાપુરી, એ શૌરપુરી ને એ કાશી....એ
મથુરા ને એ ખંડગિરિ, ઉદયગિરિ, એ કુંથલગિરિ–દ્રોણગિરિ ને
મુક્તાગિરિ...અહા, કેવા કેવા એ તીર્થો!! ને કેવી ભાવભીની એ યાત્રા!!–એનાં
સ્મરણો પણ એ સાધક સંતો પ્રત્યે ને એ સાધનાભૂમિ પ્રત્યે કેવી આનંદની
ઉર્મિઓ જગાડે છે! વાહ રે વાહ! સંતો તમારી આત્મસાધના! વાહ તમારી
તિર્થભૂમિ! અને ધન્ય એની યાત્રા!