શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ પ૯ઃ
વાર્તા પહેલી
વર્ષીતપનું પારણું
આઠ ભવના સાથીદાર ઋષભદેવ અને શ્રેયાંસકુમારના સંબંધનો આ પ્રસંગ છે.
વૈશાખ સુદ ત્રીજનો દિવસ છે.
વૈશાખ સુદ બીજની રાતે શ્રેયાંસકુમારને સ્વપ્ન આવ્યું કે અહા! મારે આંગણે
કલ્પવૃક્ષ આવ્યું છે! દેવો મારા આંગણે વાજાં વગાડે છે, પુષ્પવૃષ્ટિ થાય છે...ઇત્યાદિ
મહામંગલ સ્વપ્નથી શ્રેયાંસકુમાર બહુ પ્રસન્ન થાય છે.
વૈશાખ માસ એટલે શેરડીની મોસમ!.....શેરડીના નિર્દોષ રસના ઘડા ભરી
ભરીને પ્રજાજનો શ્રેયાંસકુમારને ત્યાં મૂકી જાય છે.....
ભોજન સમયે એક અવધુત યોગી ચૈતન્યના પ્રતપનમાં મસ્ત ચાલ્યા આવે છે.
આત્મસાધનામાં મસ્ત એ યોગીને એક વર્ષના ઉપવાસ થઈ ચૂકયા છે. એ છે ભગવાન
આદિનાથ મુનિરાજ! તેમને જોતાં જ શ્રેયાંસકુમારને તેમની સાથેના ભવોભવના
સંસ્કાર તાજા થાય છે, તેમની સાથેના મુનિવરોને દીધેલા આહારદાનનું સ્મરણ થાય
છે....ને પરમ ભક્તિપૂર્વક વર્ષ ઉપરાંતના તપસ્વી યોગીરાજને પોતાના આંગણે
વિધિપૂર્વક પડગાહન કરીને નવધાભક્તિથી શેરડીના રસનું આહારદાન કરે
છે....ભરતક્ષેત્રમાં આ ચોવીસમાં મુનિરાજને આહારદાન દેવાનો એ પ્રસંગ અસંખ્ય
વર્ષોના અંતરે આ પહેલોવહેલો બન્યો. ભરતચક્રવર્તી જેવાએ ભક્તિથી તેની અનુમોદના
કરી....ને પછી શ્રેયાંસકુમાર દક્ષિત થઇને ભગવાન આદિનાથના ગણધર બન્યા...ને
છેવટે અક્ષયપદ પામ્યા.
–ઃઆ છે અક્ષયત્રીજનો ટૂકો ઇતિહાસઃ–
***