શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૬૦ઃ વૈશાખ સુદ ૨
વાર્તા
બીજી
નેમ
– રાજુલ વૈરાગ્ય
નેમિનાથ ભગવાનની જાન જુનાગઢ નજીક આવી પહોંચી ત્યાં તો પશુઓના
કરુણ ચિત્કાર સાંભળીને ભગવાને રથ અટકાવી દીધો...એ વૈરાગી મહાત્માનું હૃદય
પશુઓના કરુણ ચિત્કાર કેમ સહન કરી શકે? જગતમાં વીતરાગી અહિંસાનો શંખ
ફૂંકવા અવતરેલા એ સંત પોતાના જ નિમિત્તે થતી પશુહિંસાને કેમ સાંખી શકે!! એમણે
રથ પાછો વાળી દીધો....ન પરણવાનો નિર્ધાર કરીને એ તો ગીરનારધામમાં ચાલ્યા
ગયા ને મુનિ થઇ ને આત્મસાધનામાં તત્પર થયા.
આ બાજુ નેમસ્વામીનો રથ પાછો ફર્યાના ને તેમના વૈરાગ્યના સમાચાર
સાંભળીને રાજીમતીએ કેટલું આક્રંદ કર્યું હશે!!–ના, ના! એ તો રાજીમતી હતી,–ન તો
એણે આક્રંદ કર્યું કે ન તો માતા–પિતાની અનેક સમજાવટ છતાં એણે બીજે પરણવાનો
વિચાર કર્યો;–એણે તો વૈરાગ્યમાર્ગ અંગીકાર કર્યો. જે માર્ગે સ્વામી નેમિનાથ સંચર્યા
એ જ મારો માર્ગ!–એવા દ્રઢ નિર્ધાર સાથે એ પહોંચી ગઇ ગીરનારધામમાં....તે તલ્લીન
બની આત્મ સાધનામાં–ધન્ય બની સૌરાષ્ટ્રની ધરા!
એ નેમ અને રાજુલનું જીવન આજેય જગતને આદર્શ વૈરાગ્યજીવનનો સન્દેશ
આપી રહ્યું છે.
વાર્તા
ત્રીજી
લવ–કુશ
વૈરાગ્ય
રાજા રામચંદ્રજીના બે પુત્રોઃ લવ અને કુશ.
ઇન્દ્રસભામાં રામ–લક્ષ્મણના પ્રેમની પ્રસંશા થઇ, દેવો તેની પરીક્ષા કરવા
આવ્યા...તેમણે કૃત્રિમ વાતાવરણ ઊભું કરી લક્ષ્મણને કહ્યું કે રાજા રામચંદ્રજી સ્વર્ગવાસ
પામી ગયા...એ સાંભળતાં જ “હા...રામ!” એમ કહેતાંક લક્ષ્મણજી સિંહાસનમાં ઢળી
પડયા