શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૬૧ઃ
ને તેમના પ્રાણ ઊડી ગયા....રામચંદ્રજી તીવ્ર પ્રેમને લીધે લક્ષ્મણનાં મૃતશરીરને ખભે
ઉપાડીને સાથે ફેરવે છે.
આ બાજુ લવ અને કુશ બન્ને કુમારો કાકાનું મૃત્યુ ને પિતાની આવી દશા
દેખીને સંસારથી વૈરાગ્ય પામે છે....ને રામચંદ્રજી પાસે આવી હાથ જોડીને કહે છે કે
પિતાજી! આ અસાર સંસારની સ્થિતિ જોઈને અમારુ ચિત્ત સંસારથી વિરક્ત થયું
છે...હવે અમે દીક્ષા લઈને મુનિ થઇશું ને આત્માને સાધીને કેવળજ્ઞાન પામીશું–માટે
અમને રજા આપો. અંતરમાં જોયેલો જે સિદ્ધનો માર્ગ, તે માર્ગે હવે અમે વિચરશું.–
આમ કહી અમૃતસાગર મુનિરાજ પાસે જઇને બન્ને ભાઈઓએ દીક્ષા લીધી, ને
ચૈતન્યમાં લીન થઇ, કેવળજ્ઞાન પામી પાવાગઢ સિદ્ધક્ષેત્રથી મુક્તિ પામ્યા.–એ
પાવાગઢથી પાંચ કરોડ મુનિવરો મુક્તિ પામ્યા છે. ત્યાંની યાત્રાવખતે ગુરુદેવે
ગવડાવ્યું હતું કે–
ધન્ય લવ–કુશ મુનિ આતમહિતમેં છોડા સબ રાજપાટ....કિ તુમને છોડા સબ
સંસાર. રામ છોડા, અયોધ્યા છોડા. જાના જગત અસાર કિ તુમને છોડા સબ સંસાર
અહા, ધન્ય એ રાજકુમારોનું જીવન!
વાર્તા
ચોથી
સી....તા....વૈ....રા....ગ્ય
રાજા રામે લોકોપવાદના ભયથી સીતાને ત્યાગી દીધા; પછી સીતાના બે પુત્રો
લવ–કુશે મોટા થઈને લડાઈમાં રામ–લક્ષ્મણને હરાવ્યા....પરસ્પર ઓળખાણ થતાં
સીતાજીને ફરી અયોધ્યા તેડાવવાની વાત થઈ; સીતાજીના શીલસંબંધી લોકોનો સંદેહ
દૂર કરવાને લોકોમાં તેમના શીલની પ્રસિદ્ધિ કરવા રામચંદ્રજીએ સીતાજીની અગ્નિ
પરીક્ષા યોજી. યોજના પ્રમાણે મોટો અગ્નિકુંડ તૈયાર થયો, અને, પંચપરમેષ્ઠી
ભગવંતોના સ્મરણપૂર્વક, એ ભડભડતા અગ્નિકુંડમાં સીતાજી કૂદી પડયા, સર્વત્ર
હાહાકાર છવાઈ ગયો...
એક તરફ અહીં અગ્નિની ભડભડતી જ્યોત પ્રગટી છે, તો બીજી તરફ એક
મહા મુનિરાજને કેવળજ્ઞાનની ઝગઝગતી જ્યોત પ્રગટી છે; ત્યાં ઉત્સવ મનાવવા
જઈ રહેલા