Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 71 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૬૨ઃ વૈશાખ સુદ ૨
દેવોએ સીતાજીની અગ્નિ પરીક્ષાનું દ્રશ્ય જોયું....ને તરત જ મૂશળધાર વરસાદ વડે
અગ્નિના સ્થાને જલસરોવર કરી દીધું, વચ્ચે કમળની રચનામાં સીતાજી શોભતા
હતા...દેવોએ સીતાજીના શીલની પ્રસંશા કરીને તેના શીલમહિમાને જગપ્રસિદ્ધ કર્યો.
હવે રાજા રામ સીતાને કહે છેઃ દેવી! અયોધ્યામાં ચાલો...પણ ધર્માત્મા સીતા
વૈરાગ્યથી કહે છે કેઃ હવે અમારે સંસાર જોઈતો નથી, હવે તો અમે દીક્ષા લઈ, આ
અસાર સંસારને છોડીને આત્મકલ્યાણ કરશું. એમ કહી, રામને અને લવ–કુશ જેવા
પુત્રોને પણ છોડીને, વાળનો લોચ કરીને પૃથ્વીમતિ આર્યિકાના સંઘમાં સમાઈ જાય છે.
સીતાના વૈરાગ્યપ્રસંગે રામચંદ્રજી મૂર્છા પામી જાય છે.–આ કથા આપણને શીલ અને
વૈરાગ્યનો સન્દેશ આપે છે.
વાર્તા પાંચમી
સપ્તર્ષિ મુનિભગવંતો
વીસમા તીર્થંકરના શાસનની વાત છે. એ ધન્યકાળે એક સાથે સાત મુનિવરો
ભરતભૂમિને પાવન કરતા હતા; મનુ, સુરમનુ, નિચય, સર્વસુંદર, જયવાન, વિનય અને
સંજય–એ સાતેય મુનિવરો સગા ભાઈ હતા, મહા ઋદ્ધિવંત હતા, ચરમશરીરી હતા. એ
વખતે મથુરાનગરીમાં રાજાશત્રુઘ્ન રાજ્ય કરતા હતા; ચરમેન્દ્રકૃત ઘોર મરકીનો ઉપદ્રવ
ત્યાં ચાલી રહ્યો હતો. એવામાં આ સાતેય આકાશવિહારી મુનિવરો મથુરાનગરીમાં
પધાર્યા. તેમના પ્રભાવથી મરકીનો ઘોર ઉપદ્રવ શાંત થઇ ગયો, ફળફૂલથી નગરી ખીલી
ઊઠી....નગરજનોનાં હૃદય પણ ભક્તિથી ખીલી ઉઠયા. આખી નગરીએ
આનંદોત્સવપૂર્વક મુનિવરોનાં દર્શન–પૂજન કર્યા. મથુરામાં આજેય એ સપ્તર્ષિ
ભગવંતોના પ્રતિમા શોભી રહ્યા છે.
મથુરાથી ચાતુર્માસ દરમિયાન આ મુનિવરો અયોધ્યાતીર્થની વંદના કરવા
આવેલા પણ અર્હંત્દાસશેઠે ભ્રમથી તેમને સ્વેચ્છાચારી માની, આદર ન કરેલો; પછી
તેમના મહિમાની ખબર પડતાં મથુરા જઈ ભક્તિથી વંદન–પૂજન કર્યું. સીતાજીએ
અયોધ્યાપુરીમાં આ મુનિવરોને ભક્તિથી આહારદાન કર્યું.
જગતમંગલકારી એ મુનિભગવંતોને નમસ્કાર હો.