શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૬૩ઃ
વાર્તા છઠ્ઠી
સૌરાષ્ટ્રની શ્રુતવત્સલ સંતત્રિપુટી
સૌરાષ્ટ્રના ગીરનારધામ ઉપરનું श्रुतवत्सल–संतत्रिपुटीनुं આ દ્રશ્ય જોતાં જ
એ શ્રુતવત્સલ–સંતત્રિપુટી પ્રત્યે અને શ્રુતજ્ઞાન પ્રત્યે ભક્તિથી હૃદય ભીંજાઇ જાય છે.
લગભગ બે હજાર વર્ષ પહેલાં ગીરનારની ચંદ્રગૂફામાં ધરસેનાચાર્યદેવ બિરાજતા
હતા, વીરપ્રભુની પરંપરાથી ચાલ્યું આવતું અંગ–પૂર્વનું એકદેશ જ્ઞાન તેમને હતું.
તેઓ ભારે શ્રુતવત્સલ હતા. આ અંગપૂર્વની જ્ઞાનપરંપરા અચ્છિન્ન ટકી રહે એવી
ભાવનાથી તેમણે બે મુનિઓને બોલાવ્યા. બન્ને સમર્થ મુનિવરો આવી રહ્યા હતા
ત્યારે અહીં ધરસેનસ્વામીએ મંગળસ્વપ્ન જોયું કે બે ધોરી બળદ પ્રદક્ષિણાપૂર્વક
ચરણોમાં નમી રહ્યા છે. શાસનની ધૂરા વહન કરી શકે એવા બે મુનિઓના
આગમનસૂચક સ્વપ્ન જોતાં “શ્રુતદેવતા જયવંત હો” એવા આશીર્વચન
આચાર્યદેવના મુખથી નીકળ્યા.
પછી બન્ને મુનિઓની પરિક્ષા કરીને, તેમને સર્વજ્ઞપરંપરાથી ચાલ્યું આવતું
શ્રુતજ્ઞાન આપ્યું.–એમાંથી સિદ્ધાંતશાસ્ત્રો षट्खंडागम રચાયા, ને અંકલેશ્વરમાં જેઠ સુદ
પાંચમે એ શ્રુતજ્ઞાનની પૂજાનો મોટો મહોત્સવ ચતુર્વિધસંઘે ઊજવ્યો....ત્યારથી એ દિવસ
‘શ્રુતપંચમી’ તરીકે પ્રસિદ્ધ થયો, જે આજે પણ જૈન શાસનમાં સર્વત્ર ઉજવાય છે.
નમસ્કાર હો એ જિનવાણીરક્ષક શ્રુતવત્સલ સંત ભગવંતોને!
વાર્તા સાતમી
અકંપનાચાર્યની અડગતા.....વિષ્ણુકુમારની વત્સલતા
નિર્દોષ વાત્સલ્યનું પ્રતીક એવું રક્ષાબંધન–પર્વ એ જૈનોનું એક મહાન
ઐતિહાસિક પર્વ છે. ૭૦૦ મુનિવરોની રક્ષાનો અને ધર્મરક્ષણની મહાન વાત્સલ્ય
ભાવનાનો પ્રસંગ એ પર્વ સાથે જોડાયેલો છે. એ પ્રસંગ હસ્તિનાપુરમાં બન્યો. પહેલાં
ઉજ્જૈનનગરીમાં અકંપનાચાર્ય ૭૦૦ મુનિઓના સંઘસહિત પધાર્યા, દુષ્ટ મંત્રીઓ સાથે
રાજા તેમને વંદન