Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૨ઃ વૈશાખ સુદ ૨
મુંબઈનગરીમાં અધ્યાત્મ સંદેશ
ચૈત્ર વદ છઠ્ઠ ને રવિવાર તા. ૩–પ–૬૪... અહા,
એ દિવસે આખી મુંબઈનગરી જાણે આનંદથી હલમલી
ઊઠી....હજારો જીવોનાં ટોળાં હર્ષોલ્લાસથી આઝાદ મેદાન
તરફ જઈ રહ્યા છે...અરે, આ શું દેખાય છે !! જાણે
સોનાના શિખરવાળું મંદિર!...વાહ! એ તો છે
મહાવીરનગરનું પ્રવેશદ્વાર. શી એની શોભા! ને કેવો
ભવ્ય એ મંડપ!! ને જિજ્ઞાસુઓની કેટલી બધી ભીડ!!
સવારમાં ગુરુદેવ પધાર્યા, સીમંધરનાથના દર્શન કર્યાં ને
મુંબઈનગરીની જનતાએ હર્ષભર્યું ભવ્ય સ્વાગત કર્યું. કેવું
ઉમંગભર્યું સ્વાગત! સ્વાગતગીત, અને સ્વાગતપ્રવચનો
બાદ ગુરુદેવે આઠ હજારની માનવમેદની વચ્ચે ચૈતન્યની
સુંદરતા દર્શાવનારું સુંદર પ્રવચન કર્યું. બપોરે ધોમધખતા
તાપમાં હજારો જીવોનાં ટોળાં ફરીને એ અધ્યાત્મસંદેશ
સાંભળવા ઉપડયા. શું સાંભળ્‌યું એમણે પ્રવચનમાં?
પ્રવચનમાં એમણે સમયસારના કર્તા–કર્મ અધિકારની
પ્રારંભિક ગાથાઓનું વિવેચન સાંભળ્‌યું ભેદજ્ઞાનની રીત
સાંભળી...તે અહીં આપી છે.
આ સમયસાર શાસ્ત્ર વંચાય છે. આત્મા શું ચીજ છે, તે અનાદિથી સંસારમાં કેમ
રખડે છે ને તેની મુક્તિ કેમ થાય–એ વાત આમાં આચાર્યદેવે બતાવી છે. આ શાસ્ત્રને
સમયસાર નાટક પણ કહે છે, એટલે, જેમ નાટકમાં રાજાનું જીવનચરિત્ર ત્રણ કલાકમાં
દેખાડયું છે, તેમ અહીં અનાદિઅનંત આત્માના સંસાર તથા મોક્ષના સ્વાંગ શું છે તે
વાત આચાર્યદેવે સમજાવેલ છે.
આત્મા દેહથી તદ્ન ભિન્ન ચીજ છે; અત્યારે પણ ચૈતન્યમૂર્તિ આત્મા દેહથી જુદો
જ છે. દેહ તો અચેતન, ને આત્મા ચેતન; દેહ તો સંયોગી–નાશવાન ને આત્મા