Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 74 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૬પઃ
તત્પર બની. શ્રેણિક કહે છેઃ અરે, એ તારા ગુરુ તો કયારનાય સર્પને દૂર ફેંકીને
બીજે ચાલ્યા ગયા હશે! ‘નહિ રાજન!’ ચેલણાએ કહ્યું–, આત્મસાધનામાં લીન
મારા ગુરુને, વીતરાગી જૈનસંતને, શરીરનું એવું મમત્વ હોતું નથી. તેઓ એમને
એમ જ બેઠા હશે. નજરે જોવું હોય તો ચાલો મારી સાથે!’
રાજા અનેે રાણી બન્ને ત્યાં જાય છે, યશોધરમુનિરાજ એમને એમ
સમાધિમાં બેઠા છે. રાણી અતિ ભક્તિપૂર્વક સર્પને દૂર કરે છે. રાજા તો દેખીને
સ્તબ્ધ બની ગયો....એનો દ્વેષ ઓગળી ગયો, હૃદય ગદગદિત થઇ ગયું. એવામાં
ધ્યાન પૂર્ણ થતાં મુનિરાજે રાણી અને રાજા બન્નેને ધર્મવૃદ્ધિના સમાન
આશીર્વાદ આપ્યા, મુનિરાજની આવી મહાન સમતા દેખીને રાજા શ્રેણિક ચકિત
થઇ ગયોઃ ‘ધન્ય છે આ જૈનમુનિરાજને! ધન્ય છે આવા વીતરાગી
જૈનધર્મને!–આવા બહુમાનપૂર્વક પોતાના અપરાધની ક્ષમા માંગી, રાજા
જૈનધર્મી થયો સમ્યગ્દર્શન પામ્યો.
–ત્યારે ચેલણારાણીની પ્રસન્નતાની તો શી વાત!!
વાર્તા નવમી
રાણી ચેલણાનો ધર્મપ્રેમ
ભગવાન મહાવીરના વખતમાં મગધદેેશના મહારાજા હતા શ્રેણિક ચેટકરાજાની
સુપુત્રી ચેલણા–કે જે ત્રિશલામાતાની બહેન અને મહાવીરની માસી થાય–તેની સાથે
રાજા શ્રેણિકે વિવાહ કરેલા, ને એ ચેલણા મગધદેશની મહારાણી બની; પરંતુ એને ત્યાં
જરાય ચેન પડતું નથી, કેમકે શ્રેણિકરાજા તો અન્યધર્મને માને છે, જૈનધર્મ ઉપર તેને
પ્રેમ નથી. જૈનધર્મની જાહોજલાલી વચ્ચે ઊછરેલી એ ચેલણાને જૈનધર્મ વગર રાજમાં
ચેન ક્યાંથી પડે? તે રાજાને કહે છે કે અરે રાજન્! જૈનધર્મ વગરના આ રાજ્યને
ધિક્કાર છે! રાજા તેને જૈનધર્મને અનુસરવાની ને જિનમંદિર બંધાવવા વગેરેની છૂટ
આપે છે. પછી તો ચેલણારાણી પરમ જિનભક્તિપૂર્વક મહાન જિનાલય બંધાવે છે,
આનંદથી પૂજનભક્તિ