કરે છે...અનુક્રમે રાજાના હૃદયનું પણ પરિવર્તન કરી નાંખે છે. રાજા પણ અંતે
જૈનધર્મના દ્રઢશ્રદ્ધાળુ બને છે અને જ્યારે રાજગૃહીમાં વિપુલાચલ પર મહાવીરનું
સમવસરણ આવે છે ત્યારે ભગવાનના પાદમૂળમાં ક્ષાયકસમકિત પામીને રાજા
શ્રેણિક તીર્થંકર નામકર્મ બાંધે છે.–ને જૈનધર્મના જયજયકારથી ભારત ગાજી ઊઠે છે–
મહાવીરનો જીવ! એના દસમા ભવનો આ પ્રસંગ છે. વિદેહક્ષેત્રના તીર્થંકરની
વાણીથી મુનિઓએ જાણેલું કે સિંહનો આ જીવ દસમા ભવે તીર્થંકર થશે.
મુનિઓએ તેને સંબોધીને કહ્યુંઃ અરે સિંહ! અરે, આત્મા! તને આ નથી શોભતું;
દસમા ભવે તો તું ત્રિલોકનાથ તીર્થંકર થવાનો છે. અરે, જગતને વીતરાગી
અહિંસાનો સંદેશ આપનારો તું આવી હિંસામાં પડયો છે! છોડ રે છોડ એ
ભાવ...જાગ....જાગ. એ સાંભળતાં જ સિંહને પૂર્વભવનું ભાન થાય છે,
પશ્ચાતાપથી મિથ્યાત્વ ઓગળીને આંસુ દ્વારા બહાર નીકળી જાય છે, ને તે
સમ્યગ્દર્શન પામે છે. બહુમાન અને ભક્તિના ભાવથી મુનિઓને પ્રદક્ષિણા કરે
છે....ને પછી અનુક્રમે આત્મસાધનામાં આગળ વધીને તીર્થંકર મહાવીર થાય છે.