શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૭૪ઃ વૈશાખ સુદ ૨
*
આત્માનું પ્રિય–વહાલું–ઇષ્ટ હોય તો તે કેવળજ્ઞાન છે. આવો કેવળજ્ઞાન સ્વભાવ
જેને પ્રિય કે ઇષ્ટ લાગે નહિ. “જગત ઇષ્ટ નહિ આત્મથી.”
*
ભાઈ, તારા અતીન્દ્રિય ચૈતન્યતત્ત્વ સિવાય બાહ્ય ઇન્દ્રિય–વિષયોના સુખમાં
ખરેખર સુખ નથી પણ સુખાભાસ છે. જેમ મૃગજળમાં ખરેખર જળ નથી પણ જળનો
મિથ્યા આભાસ છે. તેમ વિષયોમાં સુખ નથી, સુખનો મિથ્યા ભાસ છે.
*
જ્યાં સ્વવિષયમાં ડુબકી મારી ત્યાં નિર્વિકલ્પ આનંદ ઉલ્લસે છે. જ્યાં સુધી
બાહ્ય વિષયો તરફ વલણ છે ત્યાંસુધી દુઃખ જ છે. જો દુઃખ ન હોય તો બાહ્યવિષયો
તરફ કેમ દોડે!
*
અજ્ઞાની કહે છે કે પર વિષયોની અનુકુળતામાં સુખ છે. જ્ઞાની કહે છે કે
ચૈતન્યથી બહાર પરવિષય તરફ વલણ જાય તે દુઃખ છે. સુખના સાચા સ્વરૂપની
અજ્ઞાનીને ખબર નથી.
*
મુનિવરોને સંયોગવગર નિજાનંદના અનુભવમાં જે સુખ છે, ચક્રવર્તીના કે
ઇન્દ્રના વૈભવમાંય તે સુખનો અંશ પણ નથી. ઇન્દ્રિયવિષયોમાં ચૈતન્યના
અતીન્દ્રિયઆનંદની ઝાંઇ પણ નથી.
*
દુઃખનું કારણ અજ્ઞાન છે, સમ્યગ્જ્ઞાન સુખનું કારણ છે. જ્યાં અજ્ઞાન નષ્ટ થયું ને
પૂરું જ્ઞાન ખીલી ગયું ત્યાં પૂર્ણ સુખ છે.
*
સ્વભાવ સન્મુખ થતું જ્યાં અતીન્દ્રિય જ્ઞાન ખીલ્યું ત્યાં ઇષ્ટરૂપ એવા પરમ
આનંદની પ્રાપ્તિ થઇ, ને અનીષ્ટ દૂર થયું. અનીષ્ટરૂપ તો પરભાવમાં હતો તે જ્યાં દૂર
થયો ત્યાં જગતનું કોઈ પરદ્રવ્ય જીવનું અનીષ્ટ કરવા સમર્થ નથી.