શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૭૩ઃ
*
જ્યાં જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ થયો ત્યાં જ્ઞાની થયેલો આત્મા પરભાવના
કાર્યને કરતો નથી. જ્ઞાનીના કાર્યને અને રાગાદિપરભાવોને ભિન્નભિન્નપણું છે.
*
મારો આત્મા જ જ્ઞાન ને આનંદસ્વરૂપ છે–એવો નિર્ણય કરવાની જેને ધૂન
લાગી તેના પ્રયત્નનો ઝૂકાવ સ્વસન્મુખ વળ્યા કરે છે; રાગ તરફ તેનો ઝૂકાવ રહેતો
નથી; રાગથી પાછા ખસીને તેની પરિણતિ અંતરમાં વળે છે.
*
જ્ઞાનના અચિંત્ય મહિમાનું ચિંતન સંસારના સર્વ કલેશને ભૂલાવી દે છે. ચિત્તની
અત્યંત નિશ્ચલતા વડે જ જ્ઞાનસ્વભાવ સધાય છે. ચિત્તની નિશ્ચલતા વગર સ્વાનુભવ
થાય નહિ.
*
આત્મામાં અતીન્દ્રિયઆનંદ અને અતીન્દ્રિયજ્ઞાન છે તે જ ઉપાદેય છે–એવા
નિર્ણયમાં સમ્યક્ત્વ થાય છે. કે વળી ભગવાનના જ્ઞાન ને આનંદનો નિર્ણય કરનારને
પોતામાં સ્વસન્મુખતાથી તેનો નમૂનો આવી જાય છે.
*
પૂર્ણ સાધ્યને ઓળખીને, તે સાધ્યના સ્વીકારપૂર્વક સાધકભાવ વર્તી રહ્યો છે.
પૂર્ણ સાધ્યને સ્વીકારનાર જ્ઞાને રાગાદિ બાધકભાવોને પોતાથી જુદાં જાણ્યા...તે જ્ઞાન
રાગાદિ પરભાવથી જુદું પડીને સ્વભાવ તરફ પરિણમતું સાધક થયું, આનંદરૂપ થયું.
*
સમ્યગ્દ્રષ્ટિનું ધ્યેય નિજાત્મા છે, કેમકે તેમાં આનંદ છે. સ્વધ્યેયે જે અતીન્દ્રિય
આનંદ પ્રગટયો તે જ ખરો આનંદ છે. બાહ્ય વિષયોમાં કયાંય તે આનંદ છે જ નહિ.
*
આનંદ આત્મામાં ભર્યો છે; તેથી જે પરિણામમાં તે સ્વભાવનો આશ્રય હોય
તેમાં જ આનંદ હોય. નિમિત્તમાં કે વિભાવમાં આનંદ નથી; તેથી જે પરિણામમાં
નિમિત્તનો આશ્રય હોય તેમાં આનંદ ન હોય.