શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૭૨ઃ વૈશાખ સુદ ૨
ગુરુદેવના ઉપદેશ–રત્નાકરમાંથી
વીણેલા રત્નો
“णमो जिणाणं जिदभवाणं” જિનભગવંતોને નમસ્કાર.
*
ચૈતન્યસન્મુખતાથી ધર્મીને જ્યાં પરમ અતીન્દ્રિય આનંદનું વેદન થયું ત્યાં
પોતાના વેદનથી ખબર પડી કે મારા આ આનંદના વેદનમાં રાગનું અવલંબન ન હતું. કે
કોઇ પરનો આશ્રય ન હતો, મારા આત્માનો જ આશ્રય હતો.
*
જ્ઞાની પાસે શ્રવણથી ને વિચારથી પહેલાં જે જાણ્યું હતું, તે હવે પોતાના વેદનથી
જાણ્યું. એટલે શ્રવણ કરેલા ભાવોનું પરિણમન થયું.
*
દુનિયાને ભૂલીને તારી અતીન્દ્રિયચૈતન્યગૂફામાં ઊતર, તો ત્યાં એકલું સુખ જ
ભર્યું છે. તારું સ્વરૂપ સુખનું જ ધામ છે.
*
રાગમાં આકૂળતા છે, તેમાં આનંદથી; છતાં જે રાગમાં આનંદ માને છે તે
અત્તમાં તતબુદ્ધિ કરે છે, તે મિથ્યાબુદ્ધિ છે ને તે મિથ્યાબુદ્ધિ પરાશ્રિત પરિણમનથી મહા
ખેદ ઉપજાવે છે.
*
જ્ઞાનની સાથે તો આનંદની ઉત્પત્તિ છે. જ્ઞાનની સાથે રાગની ઉત્પત્તિ નથી,
કેવળજ્ઞાન તે આનંદનું જ ધામ છે, તેમાં અંશમાત્ર દુઃખ કે આકુળતા નથી.
*