વગેરેના ૧૦૯ જેટલા આકર્ષક દ્રશ્યો ઉપરાંત શ્રદ્ધાંજલિ અને અભિનંદનસૂચક
૧પ૧ જેટલા લેખો કાવ્યો વગેરે છે....તેમાં મુમુક્ષુ ભક્તજનોની વિવિધ ઉર્મિઓ
નજરે પડે છે.
ચિત્રોનું સંકલન છે. એ ચિત્ર દર્શન પછી પાનું ૨૦૧ થી ૨૭૨ સુધી ‘પ્રવચન
વિભાગ’ દ્વારા આપણને ગુરુદેવનો અધ્યાત્મ સન્દેશ જાણવા મળે છે,–જેમાં
પચાસ જેટલા શાસ્ત્રો ઉપરના ગુરુદેવના પ્રવચનોનું દોહન ભરેલું છે. પછી
ઉપદેશ–રત્નાકરમાંથી ૭પ રત્નો ઝળકે છે....પછી ચિત્રકથા વિભાગમાં સોનગઢના
અનેક ચિત્રો અને તેની ટૂંકી કથાઓ સૌને ગમી જાય તેવી છે. ત્યાર પછી
‘તીર્થયાત્રા’ વિભાગમાં તીર્થોનો મહિમા અને રંગબેરંગી દ્રશ્યો, તથા તીર્થયાત્રાના
સંભારણાં વાંચકને આનંદિત કરે છે. ૩૧૨ પાનાં પછી ૨૮ પાનાંના પરિશિષ્ટમાં
કેટલીક વિવિધ વાનગી સાથે ગુજરાતી વિભાગ પૂરો થાય છે.....ત્યારબાદ
અભિનંદન ગ્રંથનો હિન્દી વિભાગ શરૂ થાય છે...૩૦૪ પાનાંના આ વિભાગમાં
શરૂઆતમાં શ્રદ્ધાંજલિ–અભિનંદન સંબંધી ૧૨૦ જેટલા લેખો છે, અનેક
જિનમંદિરો વગેરેના દ્રશ્યો છે; પછી પૃ. ૧૦૯થી શરૂ થતા લેખાંજલિ વિભાગમાં
વીસ ઉપરાંત લેખો છે; પછી શ્રુતધર આચાર્યો અને વિદ્વાનોનો પરિચય છે. અને
ત્યાર પછી અંતભાગમાં ષટખંડાગમ વગેરે સત્શ્રુતનો પરિચય છે.–આખુંય પુસ્તક
સુંદર–સુશોભિત છે. આ પુસ્તકની કિંમત અંદાજ રૂા. ૧૮ હોવા છતાં તેની કિંમત
માત્ર રૂા. ૬ રાખવામાં આવી છે. સંપાદક સમિતિમાં પં. ફૂલચંદ્રજી સિદ્ધાંતશાસ્ત્રી,
પં. હિંમતલાલ જે. શેઠ; ખીમચંદ જે. શેઠ અને બ્ર. હરિલાલ જૈન; મુંબઈ
મુમુક્ષુમંડળ તરફથી આ પુસ્તક પ્રકાશિત થયું છે.