Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 79 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૭૦ઃ વૈશાખ સુદ ૨
અભિનન્દન ગ્રંથ
ભારતના અધ્યાત્મસાહિત્યનું એક ગૌરવ
ભારતના ભૂષણસ્વરૂપ મહાન અધ્યાત્મસંત પૂ.
શ્રી કાનજીસ્વામીની ૭પમી જન્મજયંતી પ્રસંગે
મુંબઇનગરીમાં હીરકજયંતીમહોત્સવ ઉજવાયો. તે પ્રસંગે
તૈયાર થયેલ એક સુન્દર અભિનન્દન ગ્રંથ–જે વૈશાખ સુદ
ત્રીજે પૂ. શ્રી કાનજીસ્વામીને અર્પણ કરવામાં આવ્યો તે
ગ્રંથ ભારતના અધ્યાત્મસાહિત્યનું એક ગૌરવ છે; અહીં
તે ગ્રંથનું વિહંગાવલોકન આપ્યું છે.
(બ્ર. હ. જૈન)
ગુરુદેવને અર્પણ કરવામાં આવેલ અભિનંદનગ્રંથના ચાંદીની કારીગરીવાળા ને
હીરલે મઢેલા પૂંઠા ઉપર નજર પડતાં જ હૃદય ત્યાં આકર્ષાઈ જાય છે. હીરક
જન્મોત્સવના આનંદપ્રસંગને આલેખતા એ રંગબેરંગી ચિત્રમાં, ગુરુદેવ ઉપર જાણે કે
તીર્થંકરભગવંતો આશીર્વાદ વરસાવી રહ્યા હોય–એમ ૨૪ ભગવંતોની હારમાળા સૌથી
ઉપર નજરે પડે છે...એ મીનાકારીમાં એક વિશેષતા એ છે કે ચોવીસે ભગવંતોના વર્ણ
તે–તે ભગવંતોના વર્ણ–અનુસાર છે. અને ઝવેરાતથી ઝગઝગતું નામ આ ગ્રંથના
ગૌરવને પ્રસિદ્ધ કરી રહ્યું છે.
પછી, ગુરુદેવના મંગલહસ્તાક્ષરપૂર્વક ગ્રંથના પ્રારંભમાં જ ગુરુદેવના
આશીર્વાદ નજરે પડે છે...ને ગુરુદેવનું રંગબેરંગી ભવ્યચિત્ર જોતાં ચિત્ત પ્રસન્ન થાય
છે....એમને અભિનંદીને અને નિવેદનો વાંચીને, પછી ‘ગુજરાતી વિભાગ’ શરૂ થાય
છે. મંગલાચરણમાં પંચપરમેષ્ઠીના સ્તવન અને જૈનઝંડાના ગીત પછી તરત
સોનગઢનું ભવ્ય જિનમંદિર અને સીમંધર ભગવાનના રંગબેરંગી મનોહર ચિત્રનાં
દર્શન થાય છે, ને ઘડીભર ચિત્ત થંભી જાય છે. પછી ચાલીસ પાનાં સુધી કેટલાક
ચિત્રોસહિત ગુરુદેવનો જીવનપરિચય અને તેમના દ્વારા થયેલી જિનશાસનની
પ્રભાવનાનું વર્ણન છે.