Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 78 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૬૯ઃ
તેણે દુષ્ટ હુકમ કર્યો કોઈ મુનિને નગરીમાં આવવા ન દેવા.
એકવાર રાજમહેલની અગાશીમાં ઊભો ઊભો કુમાર જુએ છે કે નગરના
દરવાજે કોઈ તેજસ્વી મહાત્મા આવી રહ્યા છે ને દરવાન તેમને અટકાવે છે. વૈરાગી
કુમારે પૂછયુંઃ માતા! એ તેજસ્વી નગ્ન મહાત્મા કોણ છે? ને દરવાન તેમને કેમ રોકી
રહ્યો છે?
કુંવરનો પ્રશ્ન સાંભળતાં જ માતાના મનમાં ધ્રાસકો પડયો. તેણે કહ્યુંઃ બેટા એ
તો હશે કોઇક ભીખારી!’ અરરર! એક વખતના પોતાના પતિને અને મહાન વીતરાગી
જૈન મુનિરાજને આ દુષ્ટરાણી ભીખારી કહી રહી છે.–એ સાંભળીને ધાવમાતા રડી
પડી....કુંવરે પૂછતાં તેણે ખુલાસો કર્યો કેઃ બેટા! તારી મા જેને ભીખારી કહી રહી છે તે
અન્ય કોઈ નહિ પણ તારા પિતા જ છે, એ મુનિ થયા છે; ને તારી માતાના હુકમથી જ
દરવાન તેને રોકી રહ્યો છે....એક વખતના રાજના માલિકને આજે નગરમાં પ્રવેશતા
એક દરવાન રોકી રહ્યો છે!–રે સંસાર!!
કુંવર તો આ સાંભળતા જ પિતા પાસે દોડી ગયો....ત્યાં ને ત્યાં જ જિનદીક્ષા
ધારણ કરીને રાજપુત્ર મટીને મુનિપુત્ર બન્યો....પિતાનો સાચો વારસદાર બન્યો....માતા
દુષ્ટ પરિણામથી મરીને વાઘણ થઇ....ને ધ્યાનમાં બેઠેલા પુત્રને (સુકોશલ મુનિને)
ખાવા લાગી....પણ એનો હાથ જોતાં એને જાતિ સ્મરણ થયુંઃ અરે! આ તો મારો
પુત્ર!! પછી તો કીર્તીધર મુનિરાજે તેને સંબોધન કરીને એ વાઘણને વૈરાગ્યનો ઉપદેશ
આપ્યો....ને એ વાઘણ પણ ધર્મ પામી.
બસ. દસ વાર્તા પૂરી થઇ....અરે, દસને બદલે તેર વાર્તા થઇ; તમને કેવી મજા
પડી! પણ તમને બીજી એક વાત કહું? જુઓ, આ વાર્તાઓ તમે વાંચીને, એ વાર્તા
‘અભિનંદનગં્રથ’માં છાપી છે. તેમાં તો આ વાર્તાના ચિત્રો પણ છે. ગુરુદેવની
હીરકજયંતીનો અંક તમે જરૂર જોજો એમાં કેટલાય સારા મજાના ચિત્રો છે તમને ગમે
એવા કેટલાય લેખો છે....ગુરુદેવ નાનકડા હતા ત્યારે કેવી વાતચીત કરતા’તા–તે પણ
એમાં છે, ને ગુરુદેવની બા એક હાલરડું ગાય છે તે પણ ગમશે...તમે જરૂર એ ગ્રંથ
વાચજો હોં.
–જય જિનેન્દ્ર