શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૬૮ઃ વૈશાખ સુદ ૨
વાર્તા બારમી
૨૬ રાજપુત્રોની સાથે વજ્રબાહુનો વૈરાગ્ય
રાજકુમાર વજ્રબાહુ મનોદયારાણી સાથે હાથી ઉપર બેસીને નગરી તરફ જઈ
રહ્યા છે, સાથે તેમના સાળા ઉદયસુન્દર અને બીજા ૨૬ રાજપુત્રો છે. વનમાંથી પસાર
થતાં થતાં એકાએક વજ્રબાહુની નજર થંભી ગઇ...આશ્ચર્યથી એક ઝાડ તરફ એકીટસે
જોઈ રહ્યા.
ઉદયસુન્દરે કહ્યુંઃ કુમારજી! કયા દેખ રહે હો?
કુમારે અંગુલિનિર્દેશપૂર્વક કહ્યુંઃ દેખો! ઝાડ નીચે વહ મુનિ બિરાજમાન હૈ....અહા!
કૈસી અદ્ભુત હૈ ઉનકી દશા!! ધન્ય હૈ ઉનકા જીવન!!
ઉદયસુન્દરે કહ્યુંઃ કુમારજી! કયાંક આપ પણ એમના જેવા ન થઇ જતા!
વજ્રકુમારે કહ્યુંઃ વાહ! ભાઈ, હું એજ ભાવના ભાવતો હતો...તમે મારા મનની વાત
જાણી લીધી; હવે મારા મનમાં શું છે તે કહો?
“મારી પણ એજ ભાવના છે”–ઉદયસુન્દરે કહ્યું. અને બન્ને રાજકુમારો
મુનિરાજના ચરણસમીપ ચાલ્યા....સાથે છવીસેય રાજપુત્રો પણ ચાલ્યા....મુનિરાજ પાસે
દીક્ષા લઇને એ બધાય મુનિ થઇ ગયા...રાણી મનોદયા વગેરે પણ સંસારથી વિરક્ત થઇ
અર્જિકા થયા.
ધન્ય ધન્ય એ સંસારવિરક્ત સન્તોને.
વાર્તા તેરમી
વાઘણ પણ વૈરાગ્ય પામે છે
સુકોશલ રાજકુમારનો જન્મ થતાં જ તેને રાજતિલક કરીને રાજા કીર્તિધરે દીક્ષા
લઈ લીધી...એમની દીક્ષાથી આઘાત પામેલી રાણી સહદેવીને મુનિવરો પ્રત્યે અણગમો
થઇ ગયો...ને એકનો એક કુમાર પણ મુનિને દેખીને ક્યાંક મુનિ ન થઇ જાય એવી
બીકથી