Atmadharma magazine - Ank 248
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 55

background image
: જેઠ : ૨૪૯૦ આત્મધર્મ : ૫ :
ઉપર ક્ષમાનો વિજય થયો..... આ પ્રસંગ બોધદાયક હતો; જગતમાં ક્રોધ અને ક્ષમા વચ્ચે
સદાય અથડામણ ચાલ્યા જ કરે છે, અજ્ઞાનીઓ ક્રોધથી ઉપદ્રવ કરતાં આવે છે ને
જ્ઞાનીસાધકો ક્ષમાથી સહન કરતાં આવે છે..... આરાધકને અનેક ઉપદ્રવો આવે છે ને તે
પોતાની આરાધનામાં અડગ રહે છે, પત્થર વરસે કે પાણી, અગ્નિની જવાળા હો કે
સર્પોના ફૂંફાડા હો, જ્ઞાની પોતાની આરાધનામાંથી ડગતા નથી. અંતિમ ભવમાં
આત્મધ્યાનમાં મગ્ન પાર્શ્વમુનિરાજ ઉપર કમઠના જીવ સંવરદેવે પત્થર પાણી ને અગ્નિવડે
જ્યારે ઘોર ઉપદ્રવ કર્યા અને અચાનક ધરણેન્દ્ર–પદ્માવતીએ આવીને ભક્તિથી છત્ર
ધરીને ઉપદ્રવ દૂર કર્યો ને કમઠના જીવને પશ્ચાત્તાપ થયો ત્યારે એ ભક્તિભર્યો પ્રસંગ
દેખીને, – ક્રોધ ઉપર ક્ષમાનો વિજય દેખીને, સભામાં હર્ષ છવાઈ રહ્યો, પાર્શ્વપ્રભુના
જયજયકારથી સમામંડપ ગુંજી ઊઠ્યો.
વૈશાખ સુદ ૯ની સવારે ભગવાન પાર્શ્વમુનિરાજના પ્રથમ આહારદાનનો
ભક્તિભર્યો ભવ્ય પ્રસંગ બન્યો. પ્રથમ આહારદાન દેવાનો મહાન લાભ શેઠ શ્રી
મણિલાલ જેઠાલાલ અને તેમના કુટુંબીજનોને મળ્‌યો હતો. બીજા હજારો સાધર્મીઓ
ભક્તિપૂર્વક એ પ્રસંગને અનુમોદી રહ્યા હતા. બપોરે અનેક જિનબિંબો ઉપર
અંકન્યાસની વિધિ થઈ. પૂ. શ્રી કાનજીસ્વામીએ ભક્તિપૂર્વક જિનબિંબો ઉપર અંકન્યાસ
કર્યા. અંકન્યાસ થતા જિનેન્દ્ર ભગવંતોને દેખીને સૌ ભક્તોને ઘણો હર્ષ થતો હતો.
અંકન્યાસવિધિ પછી તરત કેવળ–જ્ઞાનકલ્યાણકનો ઉત્સવ થયો.
ઘોરાતિઘોર ઉપદ્રવ થવાં છતાં એ ક્ષમાવીર પારસનાથ આત્મસાધનાથી ન ડગ્યા
તે ન જ ડગ્યા.....ક્રોધ એના રૂંવાડેય ન ફરક્યો. ન તો એમણે કમઠ ઉપર ક્રોધ કર્યો કે ન
ધરણેન્દ્ર ઉપર રાગ. એમણે તો વીતરાગ થઈને સર્વજ્ઞપદ સાધ્યું ને ઉત્તમ ક્ષમાનો
સર્વોત્તમ આદર્શ જગતસમક્ષ રજુ કર્યો. ભગવાનને કેવળજ્ઞાન થતાં જ ઈન્દ્રો આવી
પહોચ્યાં.... સમવસરણની સુંદર રચના થઈ....ઈન્દ્રોએ પ્રભુની સર્વજ્ઞતાનું પૂજન કરીને
કેવળજ્ઞાન–કલ્યાણક ઉજવ્યો. ને પછી કહાનગુરુનું પ્રવચન થયું, તેમાં ભગવાનની
સર્વજ્ઞતાનો મહિમા બતાવ્યો....રાત્રે ભજન–ભક્તિનો તથા વિદ્વાનોના ભાષણનો
કાર્યક્રમ હતો.
વૈશાખ સુદ દસમ : આજે એક તરફ તો ભગવાન મહાવીરના કેવળજ્ઞાનનો
દિવસ હતો; બીજી તરફ પંચકલ્યાણકમાં ભગવાન પાર્શ્વનાથના નિર્વાણ કલ્યાણકનો
દિવસ હતો. સમ્મેદશિખર મહાનતીર્થની રચના ઉપર ઊંચીઊંચી ૨૫ ટૂંકો શોભતી હતી.
સૌથી ઊંચી સુર્વણભદ્ર ટૂંક ઉપર પ્રભુ પારસનાથ અર્હંતપદે બિરાજી રહ્યા હતા;
યોગનિરોધ કરીને થોડીવારમાં ભગવાન અયોગી થયા....સમ્મેદશિખરની ટોચ ઉપર એ
અયોગી