સિધાવ્યા....પાર્શ્વપ્રભુજી સિદ્ધપદ પામ્યા....ઈન્દ્રોએ આવીને ભક્તિથી
નર્વાણકલ્યાણકમહોત્સવ ઉજવ્યો.
થયો ને હર્ષથી ભગવંતોનું સ્વાગત કર્યું. પ્રભુજી પધારતાં દાદરના જિનમંદિર અને
સમવસરણ શોભી ઊઠયા... આજે બપોરના પ્રવચન વખતે પ્રવચનની થોડીક બોલતી
ફિલ્મ પણ લેવામાં આવી હતી. પ્રવચન બાદ ઈન્દોરના પં. બંશીધરજી સિદ્ધાંતશાસ્ત્રી
વગેરેએ ભાષણ દ્વારા શ્રદ્ધાંજલિ સમર્પિત કરી હતી. બીજે દિવસે સવારે ૧૧–૫૯ મિનિટે
દાદર–જિનમંદિરમાં ભગવંતોની પ્રતિષ્ઠા થઈ. અપાર ઉત્સાહ ને બેસુમાર ભીડ વચ્ચે
જ્યારે જિનેન્દ્રભગવાન મહાવીરપ્રભુ મુખ્યવેદી ઉપર બિરાજ્યા ને સીમંધરનાથ
સમવસરણમાં બિરાજ્યા, ત્યારે સર્વત્ર જયજયકારથી મંદિર ગાજી રહ્યું હતું; કહાનનગર
સોસાયટીના મકાનો હજારો પ્રેક્ષકોની ભીડથી ઊભરાઈ રહ્યા હતા. મંદિરના ઉપલા માળે
સમવસરણની ભવ્ય આકર્ષક રચના છે. સોનગઢની જેમ ત્યાં પણ સીમંધરનાથના
સમવસરણમાં કુંદકુંદાચાર્ય દર્શન કરી રહ્યા છે–તે દ્રશ્ય શોભી રહ્યું છે. સમવસરણના
દર્શનથી ભક્તોનું હૃદય આનંદિત થાય છે. શેઠ શ્રી મણિલાલ જેઠાલાલ અને તેમના
ભાઈઓ, તથા શેઠશ્રી નવનીતલાલભાઈ ઝવેરી, શેઠશ્રી પૂરણચંદજી ઝવેરી વગેરેએ
ભક્તિપૂર્વક ભગવંતોની પ્રતિષ્ઠા કરી હતી. ભગવંતોની પ્રતિષ્ઠા વખતે ગુરુકહાન પણ
ભક્તિપૂર્વક ભાગ લેતા હતા. ભગવંતોની પ્રતિષ્ઠાનો આવો મોટો મહોત્સવ એ
મુંબઈનગરીનો એક વિશિષ્ટ પ્રસંગ હતો. ભગવંતોની પ્રતિષ્ઠા પછી મંદિર ઉપર કળશ
તથા ધ્વજ પણ આનંદોલ્લાસપૂર્વક ચડાવ્યા. ૭૫ ફૂટ ઊંચા જિનાલય ઉપર ૭૫ ઇંચ
ઊંચો–સવા છ ફૂટનો સોનેરી કળશ ઝગમગી ઊઠ્યો.....ને પવિત્ર આકાશમાં
જૈનધર્મધ્વજ લહેરી ઊઠયો...અનેક ભક્તો ભક્તિથી નાચી ઊઠયા.
મુંબઈ શહેરને થંભાવી દીધું. જ્યાંથી રથયાત્રા પસાર થાય ત્યાં ચારેકોર સેંકડો વાહનો
થંભી ગયા હોય ને આતુરતાપૂર્વક સૌ ભગવાનની રથયાત્રા નીહાળતા હોય.
સાતમાળના મકાનની અટારીઓ દર્શકથી ઊભરાઈ જતી. રથયાત્રા આનંદપૂર્વક
જિનમંદિરે (ઝવેરીબજારમાં) આવી પહોંચી ને ઉત્સવ સમાપ્ત થયો. પ્રતિષ્ઠા પછી
શનિવારે દાદરજિનમંદિરમાં ઉલ્લાસપૂર્ણ ભક્તિ થઈ. હીરકજયંતી મહોત્સવ સંબંધી ટૂંક
અહેવાલ ઓલ ઈન્ડીઆ રેડીઓ (આકાશવાણી) ના