Atmadharma magazine - Ank 248
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 55

background image
: જેઠ : ૨૪૯૦ આત્મધર્મ : ૯ :
‘જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે’
(શ્રી વીર પ્રવચનસાર ગાથા ૧૯૪ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન)
શુદ્ધાત્માને જાણે તેને શુદ્ધતા થાય
‘આ યથોક્ત વિધિ વડે શુદ્ધાત્માને જે ધુ્રવ જાણે છે, તેને તેમાં જ પ્રવૃત્તિ દ્વારા
શુદ્ધાત્મત્વ હોય છે;’ આત્મામાં સારું કેમ થાય ને નસારું–અઠીક કેમ ટળે તેની આ વાત
છે. સારું કરવું, સુખ, ધર્મ, કલ્યાણ એ બધું એક જ છે. જીવ અજ્ઞાનભાવે અધુ્રવ એવા
વિકારને તથા સંયોગોને પોતાનું સ્વરૂપ માનતો હતો તે અધર્મ હતો. હવે, પરદ્રવ્યનું
આલંબન અશુદ્ધતાનું કારણ છે ને સ્વદ્રવ્યનું આલંબન શુદ્ધતાનું કારણ છે–એમ પૂર્વે
કહેલા વિધિ વડે શુદ્ધાત્માને જાણ્યો તે ધર્મ છે. મૂળ સૂત્રમાં ‘
जो एवं जाणित्ता’ એમ
કહ્યું છે તેમાંથી શ્રી અમૃતચંદ્ર આચાર્યદેવે ટીકામાં આ રહસ્ય ખોલ્યું છે.
મારામાં પર વસ્તુનો અભાવ છે ને રાગદ્વેષ પણ મારા કલ્યાણનું કારણ નથી,
એ બધા અધ્રુવ પદાર્થો છે તે મને શરણરૂપ નથી. મારો ઉપયોગસ્વરૂપ આત્મા ધુ્રવ છે તે
જ શરણરૂપ છે;–આ પ્રમાણે જે પોતાના શુદ્ધ આત્માને જાણે છે તેને તેના આશ્રયે શુદ્ધતા
પ્રગટે છે. પહેલાં મલિન ભાવોને પોતાનું સ્વરૂપ માનતો ત્યારે શુદ્ધતા પ્રગટતી ન હતી,
હવે તે માન્યતા ફેરવીને શુદ્ધ આત્માને જાણ્યો એટલે શુદ્ધતા પ્રગટી.
આ વાત કોને સમજાવે છે?
પહેલાંં અનાદિથી આત્માને અશુદ્ધ માનતો હતો, તે મિથ્યા માન્યતા સર્વથા
અસત્ (અર્થાત્ સર્વથા અભાવરૂપ) નથી, પણ અજ્ઞાનીની અવસ્થામાં તે
મિથ્યામાન્યતા થાય છે, તે એક સમયપૂરતી સત્ (ભાવરૂપ) છે. જો ઊંધી માન્યતા
આત્મામાં સર્વથા થતી જ ન હોય તો શુદ્ધાત્માને સમજીને તે ટાળવાનું પણ રહેતું નથી,
એટલે આત્માને સમજવાનો ઉપદેશ આપવાનું પણ રહેતું નથી. અનાદિથી આત્માને
ક્ષણિક વિકાર જેટલો માન્યો છે તે મિથ્યા માન્યતા છોડાવવા શ્રી આચાર્યદેવ સમજાવે છે
કે આત્માનો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ ઉપયોગસ્વરૂપ ધુ્રવ છે, તેની શ્રદ્ધા કરો.