Atmadharma magazine - Ank 248
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 55

background image
: ૧૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૦
‘રાગ વખતે શુદ્ધ આત્માના શ્રદ્ધા–જ્ઞાન કેમ થઈ શકે? ’
પ્રશ્ન:– આત્મામાં રાગ–દ્વેષ થતા હોવા છતાં તે રાગ–દ્વેષ હું નહિ–એમ તે ક્ષણે જ
કેમ માન્યતા થાય? રાગ–દ્વેષ વખતે જ રાગ–દ્વેષ રહિત જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા કઈ રીતે
થઈ શકે?
ઉત્તર:– રાગ–દ્વેષ થતા દેખાય છે તે તો પર્યાયદ્રષ્ટિ છે, તે જ વખતે જો
પર્યાયદ્રષ્ટિ ગૌણ કરીને સ્વભાવની દ્રષ્ટિથી જુઓ તો આત્માનો સ્વભાવ રાગરહિત જ
છે,–એની શ્રદ્ધાને અનુભવ થાય છે. રાગ હોવા છતાં શુદ્ધ આત્મા તે રાગથી રહિત છે,–
એમ જ્ઞાનવડે શુદ્ધ આત્મા જણાય છે. આત્મામાં એક જ ગુણ નથી પણ શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્ર વગેરે અનંત ગુણો છે; રાગ–દ્વેષ થાય તે ચારિત્રગુણનું વિકારી પરિણમન છે ને
શુદ્ધાત્માને માનવો તે શ્રદ્ધાગુણનું નિર્મળ પરિણમન છે તથા શુદ્ધાત્માને જાણવો તે
જ્ઞાનગુણનું નિર્મળ પરિણમન છે. એ રીતે દરેક ગુણનું પરિણમન ભિન્ન ભિન્ન કાર્ય કરે
છે. ચારિત્રના પરિણમનમાં વિકારદશા હોવા છતાં, શ્રદ્ધા–જ્ઞાન તેમાં ન વળતાં ત્રિકાળી
શુદ્ધ સ્વભાવમાં વળ્‌યા, શ્રદ્ધાની પર્યાયે વિકારરહિત આખા શુદ્ધ આત્મામાં વળીને તેને
માન્યો છે અને જ્ઞાનની પર્યાય પણ ચારિત્રના વિકારનો નકાર કરીને સ્વભાવમાં વળી
છે. એટલે તેણે પણ વિકાર રહિત શુદ્ધ આત્માને જાણ્યો છે. આ રીતે, ચારિત્રની
પર્યાયમાં રાગ–દ્વેષ હોવા છતાં શ્રદ્ધા–જ્ઞાન સ્વ તરફ વળતાં શુદ્ધ આત્માની શ્રદ્ધા તથા
જ્ઞાન થાય છે. રાગ વખતે જો રાગરહિત શુદ્ધ આત્માનું ભાન થઈ શકતું ન હોય તો
કોઈ જીવને ચોથું–પાંચમું–છઠ્ઠું વગેરે ગુણસ્થાન કે સાધકદશા જ પ્રગટી શકે નહિ અને
સાધક ભાવ વગર મોક્ષનો પણ અભાવ ઠરે.
રાગ–દ્વેષ તે ચારિત્રગુણની અવસ્થા છે. જો આત્મામાં ચારિત્ર સિવાય બીજા
જ્ઞાનાદિ અનંત ગુણો ન હોય તો ધર્મ થઈ શકે નહીં. કેમકે જે ચારિત્ર પોતે વિકારમાં
અટક્યું હોય તે પોતે વિકારરહિત સ્વભાવનો નિર્ણય કેમ કરી શકે? અને તે નિર્ણય
વગર ધર્મ ક્યાંથી થાય? માટે ચારિત્ર સિવાય બીજા જ્ઞાન, શ્રદ્ધા વગેરે ગુણો છે; તેથી
ચારિત્રની દશામાં વિકાર હોવા છતાં તે જ વખતે જ્ઞાનગુણના કાર્યવડે શુદ્ધાત્માનું જ્ઞાન
થાય છે તથા શ્રદ્ધાગુણના કાર્યવડે શુદ્ધાત્માની શ્રદ્ધા થાય છે. અને એ શુદ્ધાત્માની શ્રદ્ધા–
જ્ઞાનના જોરે સ્વભાવસન્મુખ પરિણમતાં ચારિત્રના વિકારનો પણ ક્રમે ક્રમે નાશ થતો
જાય છે, સમ્યક્શ્રદ્ધાજ્ઞાન થતાં તેની સાથે ચારિત્ર પણ અંશે શુદ્ધ તો થાય છે.
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થવા છતાં