જેમાંથી કલ્યાણ પ્રગટે છે એવી ધુ્રવ વસ્તુની શ્રદ્ધા કરવાથી તેના આધારે કલ્યાણ
પ્રગટતું જાય છે. ધુ્રવ વસ્તુની શ્રદ્ધા થઈ ત્યાં અંશે કલ્યાણ પ્રગટ્યું છે ને હજી અંશે
અકલ્યાણ પણ છે. જો સંપૂર્ણ કલ્યાણ થઈ જાય તો અકલ્યાણ બાકી રહે નહિ. રાગદ્વેષ
તે અકલ્યાણ છે ને વીતરાગભાવ તે કલ્યાણ છે. અવસ્થામાં અંશે અકલ્યાણ (–
રાગદ્વેષ) હોવા છતાં શુદ્ધ આત્માનો વિવેક થાય છે ને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનરૂપ કલ્યાણ
પ્રગટે છે. તેથી શ્રી આચાર્યદેવે પહેલાં શુદ્ધ આત્માને જાણવાની વાત મૂકી છે.
શુદ્ધાત્માને જાણવાની સાથે જ પૂરું જ વર્તન (–વીતરાગતા) થઈ જતું નથી પણ તેમાં
ક્રમ પડે છે. જો સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થતાંની સાથે જ ચારિત્ર પૂરું થઈ જતું હોય તો
સાધકદશા રહે નહિ.
જીવોથી પોતે સ્વતંત્ર છે, બધા આત્મા જુદા જુદા સ્વતંત્ર છે, તેમાંથી જે શુદ્ધાત્માને જાણે
તેને જ શુદ્ધાત્મદશા પ્રગટે છે, ને જે શુદ્ધાત્માને નથી જાણતો તેને શુદ્ધાત્મદશા થતી નથી.
વળી આમાં પરિણમન પણ નક્કી થઈ ગયું; કેમકે અનાદિથી શુદ્ધ આત્માને જાણ્યો ન
હતો તે અજ્ઞાનદશા પલટીને હવે શુદ્ધાત્માને જાણ્યો. જો અવસ્થા પલટતી ન હોય તો
એમ બની શકે નહિ. એ પ્રમાણે શુદ્ધ આત્માને જાણીને તેમાં લીનતાથી જે પૂર્ણ શુદ્ધ
થઈ ગયા તે ‘દેવ’ છે. શુદ્ધાત્માને જાણ્યો હોવા છતાં જેમને હજી પૂર્ણ શુદ્ધદશા પ્રગટી
નથી પણ સાધકદશા છે તે ‘ગુરુ’ છે, ને આવા દેવ–ગુરુની અનેકાંતમય વાણી તે
શાસ્ત્ર છે. શુદ્ધ આત્માને જાણે તે વખતે જ આત્મા પૂરો શુદ્ધ સર્વજ્ઞ થઈ જતો નથી
પણ હજી સ્વભાવ તરફ વિશેષપણે વળવાનું ને અશુદ્ધતા ટાળવાનું–સાધકપણું રહે છે,
એટલે જ્ઞાનના ભેદો તેમ જ ગુણસ્થાનના ભેદો પડે છે–આ રીતે અનેક પ્રકાર સિદ્ધ થઈ
જાય છે.