Atmadharma magazine - Ank 248
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 55

background image
: જેઠ : ૨૪૯૦ આત્મધર્મ : ૧૩ :
લક્ષ છોડીને જ્યારે શુદ્ધ આત્મસ્વભાવનો સ્વીકાર કર્યો ત્યારથી અપૂર્વ ધર્મકળાની
શરૂઆત થઈ છે. વર્તનની ક્ષણિક મલિનતાને સમ્યક્શ્રદ્ધા સ્વીકારતી નથી પણ ધુ્રવ શુદ્ધ
દ્રવ્યને જ તે સ્વીકારે છે, અને તે ધુ્રવના જ આધારે વર્તનની પૂર્ણતા થઈને હું સર્વજ્ઞ થઈ
જઈશ એમ જ્ઞાન જાણે છે.
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનરૂપ ધર્મ, અને સમ્યક્–ચારિત્રરૂપ ધર્મ:
પહેલાં કેટલો અધર્મ ટળે?
આત્માનો જે શુદ્ધ ધુ્રવસ્વભાવ છે તે તો નિત્ય છે, તે કાયમી પદાર્થને કાંઈ નવો
બનાવવો નથી; પણ વર્તમાન ક્ષણિક અવસ્થામાં અધર્મ છે તે ટાળીને ધર્મદશા નવી
પ્રગટ કરવી છે. બધો અધર્મ એક સાથે ટળી જતો નથી પણ તે ટાળવામાં ક્રમ પડે છે. જે
જીવ ધર્મી થાય તેને સૌથી પહેલાં કેટલો અધર્મ ટળે? પહેલાં શુદ્ધ આત્માને જાણતાં
મિથ્યા શ્રદ્ધા અને મિથ્યાજ્ઞાનરૂપ અધર્મ તો ટળી જાય છે, ને ચારિત્રના અધર્મનો એક
અંશ ટળે છે પણ ચારિત્રનો બધો અધર્મ ટળી જતો નથી. પહેલાંં સમ્યક્શ્રદ્ધા અને
સમ્યગ્જ્ઞાનરૂપ ધર્મ એક સાથે પ્રગટે છે ને પછી સમ્યક્ ચારિત્ર થાય છે, તે ચારિત્રધર્મ
ક્રમે ક્રમે પ્રગટે છે. ‘હું શુદ્ધ, ધુ્રવ, ઉપયોગસ્વરૂપ છું’ એમ શ્રદ્ધા–જ્ઞાને માન્યું તથા જાણ્યું
તે ધર્મ છે, અને જે રાગ–દ્વેષ થાય છે તે અધર્મ છે; એ રીતે સાધકને અંશે ધર્મ ને અંશે
અધર્મ બંને સાથે છે. પહેલાંં શુદ્ધ આત્માને જાણતો ન હતો ને પુણ્ય–પાપને જ પોતાનું
સ્વરૂપ માનતો ત્યારે તો તે જીવને શ્રદ્ધા, જ્ઞાન ને વર્તન એ ત્રણે ખોટાં હતાં એટલે
એકલો અધર્મ જ હતો. તે અધર્મીપણામાં તો જીવ વિકારને અને પરને જ જ્ઞાનમાં જ્ઞેય
કર! ને તેની જ શ્રદ્ધા કરતો હતો તેને બદલે હવે જ્ઞાનને સ્વ તરફ વાળીને આત્માને
જ્ઞાનનું સ્વજ્ઞેય કર્યું ને તેની જ શ્રદ્ધા કરી, ત્યાં જ્ઞાન અને શ્રદ્ધા સુધર્યાં ને ચારિત્રનો
પણ એક અંશ સુધર્યો. છતાં હજી તે ધર્મીને ચારિત્રમાં અંશે વિકાર પણ છે. પરંતુ તે
વિકાર હોવા છતાં તેના સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનરૂપ ધર્મનો નાશ થતો નથી. એ રીતે પહેલાં તો
મિથ્યાશ્રદ્ધા અને મિથ્યાજ્ઞાનરૂપ અધર્મ ટળે છે ને પછી જ રાગદ્વેષ ટળે છે.
અધર્મદશા વખતે પુણ્ય–પાપને જાણવામાં એકત્વબુદ્ધિથી જે જ્ઞાન રોકાતું હતું
તેનું કાર્ય ધર્મદશા થતાં ફર્યું ને હવે તે ધુ્રવ ચૈતન્યસ્વભાવને જાણવામાં તેના આશ્રયમાં
રોકાયું તથા પહેલાં જે શ્રદ્ધા પુણ્ય પાપને જ આત્મા માનતી હતી તેણે હવે ધુ્રવ ચૈતન્ય
સ્વભાવની શ્રદ્ધા કરી.–આ રીતે જ્ઞાન અને શ્રદ્ધામાં ધર્મની ક્રિયા થઈ. હવે માત્ર
ચારિત્રનો અલ્પ દોષ રહ્યો, તેને પણ શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતા વડે ટાળીને પરમાત્મા
થઈ જશે.