સંસાર બંધન છ્રૂટીને મોક્ષના પરમ આનંદની પ્રાપ્તિ થાય–એવી ચૈતન્યસ્વભાવની વાત
જ્ઞાની પાસેથી સાંભળતાં ક્યા આત્માર્થી જીવને અંતરમાં હોંશ ને ઉલ્લાસ ન આવે? અને
જેને અંતરમાં સત્ સમજવાનો ઉલ્લાસ છે તેને અલ્પ કાળમાં મુક્તિ થયા વિના રહે નહીં.
પહેલાંં તો જીવને સંસારભ્રમણમાં મનુષ્યભવ અને સત્નું શ્રવણ જ મળવું બહુ મોંઘું છે.
અને કવચિત્ સત્નું શ્રવણ મળ્યું ત્યારે પણ જીવે અંતરમાં વિચાર કરીને, સત્નો ઉલ્લાસ
લાવીને, અંતરમાં બેસાર્યું નહિ, તેથી જ સંસારમાં રખડયો. ભાઈ, આ તને નથી
શોભતું! આવા મોંઘા અવસરે પણ તું આત્મસ્વભાવને નહિ સમજ તો ક્યારે સમજીશ?
અને ને સમજ્યા વગર તારા ભવભ્રમણનો છેડો ક્યાંથી આવશે? માટે અંદર ઉલ્લાસ
લાવીને સત્સમાગમે સાચી સમજણ કરી લે.
પૂછતો હતો કે ‘મહારાજ! આત્મા અવતારમાં રઝડે છે, તે રઝડવાનો અંત આવે ને
મુક્તિ થાય એવું કંઈક બતાવો! ’ આવો જિજ્ઞાસાનો પ્રશ્ન પણ કોઈકને જ ઊઠે છે.
આવા મોંઘાં ટાણાં ફરી ફરીને મળતાં નથી, માટે જિજ્ઞાસુ થઈ, અંતરમાં મેળવણી કરીને
સાચું આત્મસ્વરૂપ શું છે તે સમજવું જોઈએ; કેમ કે જે શુદ્ધ આત્માને ઓળખે છે તે જ
શુદ્ધાત્માની પ્રાપ્તિ કરે છે.
હારવાનો અથવા નિરાશ થવાનો કાંઈ હેતું નથી.