વીતરાગભાવની પ્રેરણા મળે છે, ઘોર ઉપદ્રવ વચ્ચે પણ અડગ
આત્મસાધનાનો ઉત્સાહ જાગે છે, ક્ષમાની ઉત્તમતા ને ક્રોધની હીનતા
દેખીને તેનો આત્મા ક્ષમા પ્રત્યે ઉલ્લસિત થાય છે ને ક્રોધાદિથી
વિરક્ત થાય છે. કમઠ કે જે એક વખત પોતાનો સગો ભાઈ હતો
તેણે ક્રોધથી પારસનાથના જીવ ઉપર દસદસ ભવ સુધી ઘોર ઉપદ્રવો
કર્યા ને ભગવાને ક્ષમાભાવથી તે સહન કર્યા. દસદસ ભવ સુધી ક્રોધ
અને ક્ષમા વચ્ચેની જાણે લડાઈ ચાલી, ને અંતે ક્રોધ ઉપર ક્ષમાનો
વિજય થયો. પુરાણશાસ્ત્રો આવા હજારો બોધદાયક પ્રસંગોથી ભરેલા
છે; જગતમાં ક્રોધ અને ક્ષમા વચ્ચે સદાય અથડામણ ચાલ્યા જ કરે
છે, અજ્ઞાનીઓ ક્રોધથી ઉપદ્રવ કરતા આવે છે ને જ્ઞાની સાધકો
ક્ષમાથી સહન કરતા આવે છે. આરાધકને અનેક ઉપદ્રવો આવે છે ને
તે પોતાની આરાધનામાં અડગ રહે છે. પત્થર વરસો કે પાણી,
અગ્નિની જવાળા હો કે સર્પોના ફૂંફાડા,–જ્ઞાની પોતાની આરાધનાથી
ડગતા નથી. દસ દસ ભવથી ઉપદ્રવ કરતા કરતા અંતિમ ભવમાં
આત્મધ્યાનમાં મગ્ન પાર્શ્વમુનિરાજ ઉપર કમઠના જીવે પત્થર પાણી ને
અગ્નિ વડે ઘોરાતિઘોર ઉપદ્રવ કરવા છતાં એ ક્ષમાવીર
આત્મસાધનાથી ન ડગ્યા તે ન જ ડગ્યા..... ક્રોધ એના રૂંવાડેય ન
ફરક્યો.....એ વખતે ધરણેન્દ્ર અને પદ્માવતીએ આવીને ભક્તિથી
છત્ર ધરીને ઉપદ્રવ દૂર કર્યો,–તો એના ઉપરના રાગના રંગથી પણ
ભગવાન ન રંગાયા....એમને તો વીતરાગ થઈને સર્વજ્ઞતા સાધવી
હતી... અંતે તેઓ સર્વજ્ઞ થયા....ને કમઠના જીવનેય પશ્ચાત્તાપ
થયો....ક્ષમા પાસે ક્રોધની હાર થઈ....ક્ષમાનો વિજય થયો....અનેક
સ્થળે પાશ્વપ્રભુના પંચકલ્યાણક વખતે ચિત્રોદ્વારા પાર્શ્વપ્રભુનું જીવન
જોતાં, અને તેમની અડગ ક્ષમા અડગ સાધના તથા ક્રોધ ઉપર
ક્ષમાનો વિજય દેખીને હજારો પ્રક્ષકોની સભામાં હર્ષથી જયજયકાર