Atmadharma magazine - Ank 248
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 55

background image
: ૧૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૦
છવાઈ જતો. પાર્શ્વપ્રભુના પૂર્વભવોનું સચિત્ર વર્ણન એકવાર
‘સુવર્ણસન્દેશ’ માં આવી ગયું હતું. તે સૌને પસંદ પડેલ. હાલમાં
મુંબઈનગરીના મહોત્સવમાં પણ પાર્શ્વપ્રભુના પંચકલ્યાણક અને
તેમના દસ ભવોના ચિત્રો અને કમઠના ઉપદ્રવ, વગેરે દ્રશ્યો
જોયા....તે ઉપરથી અહીં આત્મધર્મમા પણ પાર્શ્વપ્રભુના પૂર્વભવોનું
સચિત્ર વર્ણન ટૂંકમાં આપીએ છીએ.
(બ્ર. હ. જૈન)
પૂર્વે દસમા ભવે પારસનાથનો જીવ મરૂભૂતિ હતો; ને કમઠનો જીવ તેનો મોટો
ભાઈ હતો. બંને સગાભાઈ....એકવાર દોષવશાત્ રાજાએ તે કમઠને ગામમાંથી કાઢી
મુક્યો; અપમાનિત કમઠ ત્યાગીબાવો થઈ, હાથમાં શિલા ઉપાડી, કુતપ તપી રહ્યો હતો.
પાછળથી મરૂભૂતિને આ વાતની ખબર પડતાં, બંધુપ્રેમથી પ્રેરાઈ, તેને ઘેર તેડી લાવવા
તેની પાસે ગયો, ને નમસ્કાર કરી ક્ષમા માંગવા જાય છે ત્યાં તો ક્રોધપૂર્વક કમઠના જીવે
હાથમાંની મોટી શિલા તેના ઉપર પટકી; મરૂભૂતિનું મૃત્યું થયું.
મરૂભૂતિનો જીવ મરીને હાથીપણે ઊપજ્યો. અને કમઠનો જીવ ક્રોધપરિણામની
તીવ્રતાથી મરીને ભયંકર સર્પ થયો. આ બાજુ મરૂભૂતિના મૃત્યુની વાત સાંભળી વૈરાગ્ય
પામી રાજા દીક્ષિત થયા. એકવાર અનેક મુનિવરો સાથે સમ્મેદશિખરતીર્થની યાત્રાએ
જતા હતા, ને સંધ્યા સમયે વનમાં સામાયિકમાં બેઠેલા. ત્યાં હાથી તેને જોતાં તે તરફ
ધસ્યો, પણ તેનું શ્રીવત્સ ચિહ્ન જોતાં હાથીને પૂર્વભવનું સ્મરણ થઈ આવ્યું અને શાંત
થઈને એક વિનયવાન શિષ્યની જેમ મુનિરાજના ચરણ સમીપ બેસી ગયો. એ જોઈને
બધાને આશ્ચર્ય થયું. મુનિરાજે અવધિજ્ઞાનથી જાણ્યું કે આ હાથી તે મરૂભૂતિનો જીવ છે
ને હોનહાર તીર્થંકર છે; એટલે તેને ધર્મોપદેશ આપ્યો. હાથીએ સમ્યગ્દર્શન સહિત પાંચ
અણુવ્રત ધારણ કર્યા. એકવાર પાણી પીવા જતાં તળાવમાં તેનો પગ ખૂંચ્યો, ત્યારે સર્પ
થયેલા કમઠના જીવે તેને ભયંકર ડંશ દીધો.
મરૂભૂતિ–હાથીનો જીવ આરાધનાના ઉત્તમ પરિણામ સહિત મરીને સ્વર્ગમાં
દેવપણે ઉપજ્યો. અને કમઠ–સર્પનો જીવ ક્રૂર પરિણામથી મરીને નરકમાં ગયો, ત્યાં
પોતાના પાપોનું ભયંકર ફળ ભોગવ્યું.
કમઠનો જીવ નરકમાંથી નીકળીને મોટો અજગર થયો.....મરૂભૂતિનો
(પારસનાથનો) જીવ વિદેહમાં અગ્નિવેગ નામનો રાજકુમાર થયો, ત્યાં મુનિ થઈ
ધ્યાનમાં બિરાજમાન છે; એવામાં પૂર્વ સંસ્કારથી પ્રેરાયેલો અજગર ત્યાં આવી પહોંચ્યો
ને ધ્યાનમાં બેઠેલા એ મુનિરાજને ગળી ગયો.