: જેઠ : ૨૪૯૦ આત્મધર્મ : ૨૧ :
મુનિરાજ આરાધનાપૂર્વક સ્વર્ગમાં ગયા.
અજગર નરકમાં ગયો.
સ્વર્ગની અને નરકની સ્થિતિ પૂરી કરીને બંને જીવો પાછા મનુષ્યભવે અવતર્યા.
પારસનાથનો જીવ (–મરૂભૂતિ, હાથી ને રાજકુમાર પછી) વિદેહક્ષેત્રમાં
વજ્રનાભી ચક્રવર્તી થયો....પછી વૈરાગ્યથી દીક્ષા લઈ મુનિદશામાં ધ્યાનમાં છે....ત્યાં
કમઠ, સર્પ અને અજગર પછી ભીલ થયેલો કમઠનો જીવ ત્યાં આવી પહોંચ્યો ને
મુનિરાજને જોતાં જ તીર મારીને તેમને વીંધી નાંખ્યા....અરે, એક વખતના બંને સગા
ભાઈ! જુઓ, આ સંસારની સ્થિતિ!
મુનિ તો સમાધિમરણપૂર્વક સ્વર્ગે સીધાવ્યા....કમઠનો જીવ ભીલ પોતાના
દુષ્કર્મનું ફળ ભોગવવા ઘોર નરકમાં ગયો.
પારસનાથનો જીવ સ્વર્ગમાંથી નીકળી અયોધ્યાનગરીમાં આનંદકુમાર નામનો
મહા–માંડલિક રાજા થયો. સફેદ વાળ જોતાં વૈરાગ્ય પામી મુનિ થયો, અને ઉત્તમ
પરિણામોથી તીર્થંકરપ્રકૃતિ બાંધી. એ મુનિદશામાં ધ્યાનમાં હતા, એવામાં કમઠનો જીવ–
કે જે નરકમાંથી નીકળીને સિંહ થયો છે તે આવીને મુનિના દેહને ખાઈ ગયો.
પારસનાથનો જીવ તેરમાં આનતસ્વર્ગનો દેવ થયો. કમઠનો જીવ નરકમાં ગયો.
પારસનાથનો જીવ પૂર્વ દસમા ભવે મરૂભૂતિ, પછી હાથી, પછી દેવ, પછી મુનિ,
પછી દેવ, પછી ચક્રવર્તી–મુનિ, પછી દેવ, પછી મુનિ અને પછી દેવ થઈને અંતિમભવે
ગંગાકિનારે કાશીનગરીમાં તીર્થંકરપણે અવતર્યો.
અને કમઠનો જીવ પૂર્વ દસમા ભવે મરૂભૂતિનો ભાઈ કમઠ, પછી સર્પ, પછી
નારકી, પછી અજગર, પછી નારકી, પછી ભીલ, પછી નારકી, પછી સિંહ અને પછી
નારકી થઈને હવે પારસનાથના નાના મહિપાલ તરીકે અવતર્યો.
તે મહિપાલ તાપસ થઈને પંચાગ્નિમાં લાકડા જલાવતો હતો. સળગતા લાકડાની
પોલમાં નાગ–નાગણી પણ હતા ને તે પણ સળગી રહ્યા હતા. એવામાં રાજકુમાર
પાર્શ્વનાથ વનવિહાર કરતા ત્યાં આવી પહોંચ્યા....ને દયાથી પ્રેરાઈને કહ્યું: અરે તાપસ!
આ લાકડાની સાથે સર્પયુગલ પણ ભસ્મ થઈ રહ્યું છે....આવી હિંસામાં ધર્મ ન હોય.
કુમારની વાત